ખંભાત, ધુવારણ, રાલજ, વડગામની મરીન ચોકીઓ બિસ્માર બની
- દરિયાકાંઠાના સુરક્ષાની વાતો પોકળ
- મરીન પોલીસ ચોકીઓમાં પોલીસ સ્ટાફનો અભાવ : ચોકીઓ ખંડેરમાં ફેરવાઇ ગઇ
પરંતુ હાલમાં ચોકીઓે સુમસામ બની છે ત્યારે દરિયાકાંઠાની સુરક્ષાની વાતો પોકળ હોવાનુ બહાર આવ્યુ છે. દેશમા આતંકી હુમલા અને ભાંગફોડિયા પ્રવૃત્તિઓ થાય ત્યારે જ ચોકીઓ એલર્ટ કરવામા આવે છે. આણંદ જિલ્લાના છેવાડાના તાલુકા અને દરિયાઇ પટ્ટી ઉપર આવેલા હલવાસન, અકીક અને પતંગ ઉદ્યોગથી ખ્યાતનામ ખંભાત શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા દરિયાઇ કાંઠા ઉપર વર્ષો અગાઉ દરિયાની સુરક્ષા માટે ખંભાત ઉપરાંત ધુવારણ, રાલજ અને વડગામ ખાતે કોસ્ટલ ગાર્ડ ચોકીઓ ઉભી કરાઇ હતી. જેના દ્વારા સમગ્ર દરિયામાં ચાલતી હિલચાલ ઉપર બારીકાઇથી નજર રાખી શકાય તેવો મુખ્ય ઉદ્દેશ્ય હતો. પરંતુ આજે ચોકીઓ ખંડેરમાં ફેરવાઇ છે. પુરતા પોલીસ સ્ટાફના અભાવને લઇને ચોકીઓ સુની બની છે. તેવા સંજોગોમાં દરિયાઇ માર્ગની સુરક્ષા સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થયા છે. સમયાંતરે દરિયાઇ માર્ગનો ઉપયોગ કરી અન્ય સ્થળોએ કેટલાક તત્વોએ ભાંગફોડિયા પ્રવૃત્તિઓ આચરી હોવાનો ઇતિહાસ નોધાયેલો છે. ત્યારે જિલ્લાની સંવેદનશીલ અખાતી પટ્ટીને સુરક્ષિત કરવાની પણ આવશ્યકતા વર્તાઇ રહી છે.
માછીપુરાની ચોકીમાં ૩નો સ્ટાફ ફાળવાયો છે : ટાઉન પીઆઇ
ખંભાત ટાઉન પીઆઇ ચૌધરીએ જણાવ્યુ કે અમારા કાર્યક્ષેત્રમા આવતી માછીપુરાની ચોકીમાં ૩ પોલીસકર્મીઓનો સ્ટાફ ફાળવાયો છે. ઉપરથી અન્ય સ્ટાફ ફાળવાયો નથી. જયારે અન્ય ચોકીઓ ગ્રામ્ય પોલીસમથકમાં આવે છે. તેમ જણાવ્યુ હતું.