Get The App

બોરસદના વાલોડ ગામની સસ્તા અનાજની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ

- રેશનકાર્ડ ધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

- દુકાનદાર 6 મહિનાની રજા મૂકી વિદેશ ગયા હોઈ સમય પૂરો થવા છતાં હાજર ન થતા હુકમ કરાયો

Updated: May 30th, 2020

GS TEAM

Google News
Google News
બોરસદના વાલોડ ગામની સસ્તા અનાજની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ 1 - image


આણંદ, તા.30 મે 2020, શનિવાર

બોરસદ તાલુકાના વાલોડ ગામની પંડિત દિનદયાલ ઉપાધ્યાય જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મોકૂફ રાખવાનો હુકમ કરાયો છે. તે મુજબ વાલવોડના હસમુખભાઈ બાલાભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સંચાલિત વાજબી ભાવની દુકાન (પંડીત દીનદયાળ ગ્રાહક ભંડાર)નાઓએ વિદેશ જવાના હોવાના કારણોસર તા.૧૯/૦૭/૨૦૧૮ના રોજ છ માસની મુદ્દત માટે રજાઓ મંજુર કરાવેલ હતી. 

જેથી તેઓ હસ્તકના રેશનકાર્ડ ધારકો વિતરણ વ્યવસ્થાથી વંચીત ન રહે તે હેતુસર વૈકલ્પિક વ્યવસ્થા કરી સંચાલક વાલવોડ વિ.કા.સ.મં.ને વૈકલ્પિક કામગીરી સોંપવામાં આવેલ હતી.

મામલતદાર બોરસદના સંદર્ભદર્શિત (૧)ના પત્રમાં જણાવ્યા મુજબ હસમુખભાઈ આજદિન સુધી વિદેશથી પરત આવેલ નથી. હાલમાં વૈકલ્પિક વ્યવસ્થાથી વિતરણ કરવામાં આવે છે. મામલતદાર કચેરીએથી તપાસ કરતા પરવાનેદાર હસમુખભાઈ બ્રહ્મભટ્ટ હાલમાં વિદેશથી પરત આવે એવી કોઈપણ શક્યતા નહિ હોવાનું સ્પષ્ટ જણાઈ આવેલ છે. જેથી સદરહુ પરવાનેદારનો પરવાનો રદ કરવાપાત્ર જણાતો હોઈ તેઓનો પરવાનો રદ કરતો હુકમ કરવા મામલતદાર દ્વારા જણાવેલ તે મુજબ સરકારના સંદર્ભ દર્શિત (૨)ના ઠરાવની જોગવાઈઓ મુજબ દુકાનદારનો પરવાનો રદ કરતા પહેલા દુકાનદારને પરવાનો ૯૦ દિવસથી વધુ ન હોય તેટલી મુદ્દત માટે મોકુફ કરી દુકાન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે. કેસની તમામ વિગતો તથા સાધનિક કાગળો જોતાં નીચે મુજબ હુકમ કરવામાં આવે છે. સબબ, ગુજરાત આવશ્યક ચીજવસ્તુ (વ્યાજબી ભાવની દુકાનોને લાયસન્સ આપવા બાબત) હુકમ-૨૦૦૪ની કંડિકા ૯થી મને મળેલ સત્તાની રૃએ જિલ્લા પુરવઠા અધિકારીએ આણંદ બોરસદ તાલુકાના વાલોડ ગામે મોજે.વાલવોડ, તા.બોરસદ મુકામે આવેલ હસુમખભાઈ બાલાભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સંચાલિત વાજબી ભાવની દુકાન (પંડીત દિનદયાળ ગ્રાહક ભંડાર)નાઓએ વિદેશ જવા માટે તા.૧૯/૦૭/૨૦૧૮ના રોજ છ માસની મુદ્દત માટે રજાઓ મંજુર કરાવેલ હતી. ત્યારબાદ આજદિન સુધી તેઓ વિદેશથી પરત આવેલ ન હોવાથી નિયમોનુસારની કાર્યવાહી હેતુ તેઓનો પરવાનો ૯૦ દિવસ અથવા કારણદર્શક નોટીસ આપી રૃબરૃ સુનાવણીની કાર્યવાહી હાથ ધરી આખરી નિર્ણય કરવામાં ન આવે તે બેમાંથી જે વહેલું હોય તેટલા સમયગાળા સુધી મોકૂફ રાખવા હુકમ કર્યો છે.પરવાનેદાર આ હુકમથી નારાજ થયા હશે તો તેઓ આ હુકમ મળ્યા તારીખથી દિન-૩૦માં કલેક્ટર, આણંદ સમક્ષ અપીલ કરી શકશે.

Tags :