Get The App

કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

Updated: Jan 4th, 2024

GS TEAM


Google News
Google News
કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે 1 - image


- જિલ્લા કલેક્ટર અને ડીડીઓએ સ્થળ મુલાકાત લીધી

આણંદ : આણંદ જિલ્લામાં પ્રવાસનને વધુ વેગ આપવા માટે તારાપુર તાલુકાના વલ્લી નજીક આવેલા કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે. 

જે અંતર્ગત  જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ સ્થળ મુલાકાત લઈ તળાવની ભૌગોલિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ આ પ્રોજેક્ટ અંગે સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ ઉપર બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.  જેમાં સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે તળાવની ભૌગોલિક સ્થિતિ તથા તેમાં કાર્યરત  સિંચાઈ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.

Tags :