Get The App

આણંદ જિલ્લામાં સલ્ફેટ ખાતરના ભાવમાં 40 રૂપિયાનો વધારો ઝિંકાયો

Updated: Aug 11th, 2021

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં સલ્ફેટ ખાતરના ભાવમાં 40 રૂપિયાનો વધારો ઝિંકાયો 1 - image

- ખરીફ પાકની સિઝનના ટાણે જ ખેડૂતોને વધુ એક ફટકો

- 50 કિલોના પેકેટના રૂપિયા 735 ના બદલે હવે 775 ચુકવવા પડશે

વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામા હાલમાં ખરીફપાકની સિઝન ચાલી રહી છે. હાલમાં રાસાયણિક ખાતરોનો નિમ્ન ઉપાડ વર્તાઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સલ્ફેટ ખાતરના ભાવોમા આગામી દિવસોમાં ૪૦ રૂપિયાનો વધારો સર્જાશે. જેમાં ૫૦ કિલોનુ પેકેટ ૭૩૫ રૂપિયે ઉપલબ્ધ હતુ તેના સ્થાને ૭૭૫ રૂપિયામાં મળી રહેશે.તેમ તાલુકા સહકારી સંઘના કર્મચારીએ જણાવ્યુ છે.

જિલ્લામા ઓછા વરસાદની સ્થિતિ વચ્ચે કયારડાઓમા પાણીના અભાવે ભાલ સહિતના પંથકમા ડાંગરના વાવણીકાર્યમાં વિલંબ વર્તાઇ રહ્યો છે.સાથોસાથ પિયતના અભાવે ખરીફપાકોને પાણી ન મળતા સુકારાની સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે બીજી તરફ ચોમાસુઋતુની વિપરીત સ્થિતિને લઇને હાલમાં ખેતીકાર્યોમાં પણ ખાતરની જુજ અનિવાર્યતા વર્તાઇ રહી છે. 

જોકે સલ્ફેટ ખાતરના ભાવોમા ૪૦ રૂપિયાનો વધારો સર્જાતા  છેલ્લા લાંબા સમયથી ખેતીકાર્યોમાં નુકશાન અને આર્થિક મંદીનો માર વેઠી રહેલા ખેડૂતોને ભાવવધારો કમ્મરતોડ સાબિત થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. જોકે ખરીફપાકો માટે વિશેષતઃ યુરિયા ખાતરની જરૂરિયાત વર્તાઇ રહેતી હોઇ આગામી દિવસોમા યુરિયા ખાતરની માંગમાં વધારો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઇ રહી છે.