Get The App

ગેરકાયદેસર બાંધકામ અંગે હાઈકોર્ટના આદેશથી હોટેલ બ્લ્યુ આઈવીને સિલ કરાઈ

Updated: Oct 17th, 2022

GS TEAM

Google News
Google News
ગેરકાયદેસર બાંધકામ અંગે હાઈકોર્ટના આદેશથી હોટેલ બ્લ્યુ આઈવીને સિલ કરાઈ 1 - image


- આણંદ શહેરના 80 ફૂટના રોડ ઉપર

- નિયમોનો ભંગ કરી માર્જીનની જગ્યા છોડયા વિના બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી

આણંદ : આણંદ શહેરના ૮૦ ફૂટ રોડ પર આવેલ હોટેલ બ્લ્યુ આઈવી શરૂઆતથી જ વિવાદમાં રહ્યા બાદ આખરે વહીવટી તંત્ર દ્વારા આજે આ હોટલને સીલ મારી દેવામાં આવતા ભારે ચકચાર મચી હતી. આણંદ અવકુડાની ટીમ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે હાઈકોર્ટના આદેશ અનુસાર હોટેલને સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં મળતી માહિતી મુજબ આણંદ શહેરના ૮૦ ફૂટના રોડ ઉપર હોટલ બ્લ્યુ આઈવીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે હોટલના નિર્માણ સમયે અવકુડામાં મુકેલ નકશા પ્રમાણે નિયમોનો ભંગ કરી માર્જીનની જગ્યા છોડયા વિના બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી. જે અંગે અવકુડા કચેરી દ્વારા આપવામાં આવેલ પરવાનગીની શરતોનો ભંગ કરી બાંધકામ કર્યું હોવા અંગે ત્રણ અરજદારો દ્વારા તા.૧૩-૮-૨૦૧૯થી વાંધા અરજી કરાઈ હતી. દરમ્યાન વિવાદોના વમળ વચ્ચે હોટલ બ્લ્યુ આઈવીના મુદ્દે અરજદારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી. તા.૧૦-૫-૨૦૨૧થી અવકુડાએ વાણિજ્ય હેતુ માટેના નકશા મંજૂર કર્યા હતા પરંતુ હોટલ માલિકો દ્વારા મંજૂર થયેલ નકશા મુજબનું બાંધકામ ન કરી તેમજ માર્જીન ભંગ કર્યું હોવાનં ખૂલતા બીયુ પરમીશન આપવામાં આવી નહોતી.

હાઈકોર્ટમાં આ વિવાદીત હોટલ અંગે સુનાવણી યોજાતા હોટલ માલિકો દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામ બાબતે તા.૧૩મી ઓક્ટોબરના રોજ યોગ્ય કાર્યવાહી કરવાની સત્તા પ્રાંત અધિકારીને આપવામાં આવી હતી. જેને લઈ આજે પ્રાંત અધિકારી ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હોટલ બ્લ્યુ આઈવીને હાલ પૂરતી વપરાશ માટે બંધ કરી સીલ મારી દેવામાં આવ્યું હતું. સાથે સાથે બિલ્ડીંગમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અવકુડાના અધિકારીએ જણાવ્યું હતું.

Tags :