પતંગની દોરીથી ઘવાયેલા પશુ-પક્ષીની સારવાર માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
- ઉત્તરાયણ દરમિયાન આણંદ જિલ્લામાં
- જિલ્લા-તાલુકાકક્ષાએ સારવાર મળી રહેશે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરાઇ
ઉત્તરાયણ પર્વને લઈ વન વિભાગ દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા મુજબ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા નાગરિકોને તાકિદ કરાઈ છે. પર્વ દરમ્યાન સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક દરમ્યાન જ પતંગ ચગાવવાનો આગ્રહ રાખવો.
ચાઈનીઝ કે સિન્થેટીક દોરીનો ઉપયોગ ન કરવો. ઘાયલ પક્ષીને જોતા તેને મોઢામાં પાણી કે ખોરાક ન મુકવો તેમજ જાતે જ સારવાર કરવાનો પ્રયાસ ન કરવો અને તુરત જ નજીકના સારવાર-બચાવ કેન્દ્રનો સંપર્ક સાધવો, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી બાસ્કેટ કે કાણાવાળા પૂંઠા રાખી સત્વરે પક્ષીને સારવાર કેન્દ્રમાં લઈ જવું અને ઘરના ધાબા કે આજુબાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરી અને ગૂંચળાનો નિકાલ કરવો જોઈએ. સાથે સાથે પર્વના દિવસે ફટાકડા ફોડવાનું અને લાઉડ સ્પીકર વગાડવાનું સદંતર ટાળવું.
ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘવાયેલ એકપણ પક્ષીનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
ઘાયલ પક્ષીની સારવાર માટે ટોલફ્રી નંબર ૧૯૬૨ ઉપર ફોન કરીને સંપર્ક કરવાથી અને હેલ્પલાઈન વોટ્સએપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર કરૂણા મેસેજ કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રની માહિતી મળી રહેશે. ઉપરાંત જિલ્લા કક્ષાએ શરૂ કરાયેલ કન્ટ્રોલ રૂમ ખાતે ૦૨૬૯૨ ૨૬૪૮૫૫ તથા ૨૬૪૮૫૪ ઉપર સંપર્ક કરવાથી પણ વન વિભાગ કન્ટ્રોલ રૂમને ઘાયલ પક્ષીની જાણકારી આપી શકાશે.
સારવાર માટે તાલુકાવાર સંપર્ક નંબરની વિગત
તાલુકો નંબર
આણંદ ૯૫૮૬૪૦૪૧૭૧
આંકલાવ ૯૮૯૮૨૭૬૪૬૫
બોરસદ ૯૫૧૦૪૯૨૧૩૭
ખંભાત ૯૯૨૫૮૯૧૫૪૧
પેટલાદ ૯૦૩૩૯૭૧૬૦૬
ઉમરેઠ ૭૦૬૯૩૨૪૭૨૭
સોજિત્રા ૯૦૩૩૯૭૧૬૦૬
તારાપુર ૭૦૨૦૩૦૩૯૬૬