આણંદ જિલ્લામાં આરોગ્યકર્મીઓ હવે ડોર ટુ ડોર રસીકરણ કરશે
- અત્યાર સુધીમાં 26.76 લાખ નાગરિકોએ રસી લીધી
- તંત્ર દ્વારા વેકસિનથી વંચિત રહી ગયેલા નાગરિકોને શોધીને તેમને રસી આપવામાં આવશે
જિલ્લાના ૧૯૩ પીએચસી, સીએચસી, અર્બન હેલ્થ સેન્ટરો, પેટલાદ સિવિલ, આણંદ જનરલ હોસ્પિટલના ૧૯૩ કેન્દ્રો ઉપર છેલ્લા ૧૦ માસથી વેક્સિનેશન પ્રક્રિયાનો પ્રારંભ કરવામા આવ્યો હોઇ વધુને વધુ નાગરિકો વેકસિન મેળવીને કોરોના સામે સુરક્ષિત રહી શકે તેવુ આયોજન કરાયુ છે. જેમાં યુવાનોથી માંડીને વયોવૃદ્ધો સુધીના નાગરિકોને રસી આપીને સંપૂર્ણ જિલ્લામા ૧૦૦ ટકા રસીકરણ કરાય તેવી સંકલ્પના સાથેના દાવા કરાઇ રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ ૨૬,૭૬,૨૩૯ નાગરિકોનુ વેકિસનેશન થયુ છે. જેમાં ૧૫,૦૪,૬૧૮ રહીશોએ પ્રથમ ડોઝ જયારે ૧૧,૭૧,૬૨ નાગરિકોએ બીજો ડોઝ મેળવ્યો છે. રસીકરણ અભિયાન છતાં શહેરી, ગ્રામ્ય, સીમ વિસ્તારોમા અનેક નાગરિકો વેકસિનથી વંચિત રહેવા પામ્યા હોઇ તેઓનો ઝુંબેશમા સમાવેશ કરીને રસીકરણ કરવા માટે આશા વર્કર બહેનો, આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા ઘરે-ઘરે જઇને વેકસિને મેળવેલા નાગરિકોની નોંધ કરી અને રસી ન મેળવી હોય તેવા રહીશો માટે તુરંત જ વેકસિન આપવાની વ્યવસ્થા ગોઠવવામા આવી છે.
કેટલા નાગરિકોને રસી અપાઈ
કુલ
વેકસિન |
૨૬,૭૬,૨૩૯ |
પ્રથમ ડોઝ |
૧૫,૦૪,૬૧૮ |
દ્વિતીય
ડોઝ |
૧૧,૭૧,૬૨૧ |
કુલ
સેન્ટરો |
૧૯૩ |