આણંદ જિલ્લામાં ઘરે બેસીને મતદાન કરવા માટે 42,291 ફોર્મનું વિતરણ
- વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો માટે મતદાનની વિશેષ સુવિધા
- અત્યાર સુધીમાં 247 વરિષ્ઠ નાગરિકો અને 67 દિવ્યાંગોએ તે માટેના ફોર્મ ભરી જમા કરાવ્યા
જેમાંથી ૨૪૭ વરિષ્ઠ નાગરિકો અને ૬૭ દિવ્યાંગજનો દ્વારા ઘરે રહીને જ મતદાન કરવાનો વિકલ્પ પસંદ કરી ફોર્મ ૧૨ ડી-માં જરૂરી વિગતો ભરીને તે જમા કરાવવામાં આવ્યા છે.
આણંદ જિલ્લાના ૭ મતદાર વિભાગો પૈકી ખંભાત મતદાર વિભાગના ૩૦ વરિષ્ઠ નાગરિકો અને ૧૬ દિવ્યાંગ મતદારો, બોરસદ મતદાર વિભાગના ૨૩ વરિષ્ઠ નાગરિકો અને ૫ દિવ્યાંગ મતદારો, આંકલાવ મતદાર વિભાગના ૩૮ વરિષ્ઠ નાગરિકો અને ૧૦ દિવ્યાંગ મતદારો, ઉમરેઠ મતદાર વિભાગના ૨૭ વરિષ્ઠ નાગરિકો અને ૩ દિવ્યાંગ મતદારો, આણંદ મતદાર વિભાગના ૯ વરિષ્ઠ નાગરિકો અને ૪ દિવ્યાંગ મતદારો, પેટલાદ મતદાર વિભાગના ૪૦ વરિષ્ઠ નાગરિકો અને ૪ દિવ્યાંગ મતદારો તેમજ સોજીત્રા મતદાર વિભાગના ૮૦ વરિષ્ઠ નાગરિકો અને ૨૫ દિવ્યાંગ મતદારો મળી સમગ્ર આણંદ જિલ્લાના સાતેય મતદાર વિભાગોમાં કુલ મળી ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં ૨૪૭ વરિષ્ઠ નાગરિકો અને ૬૭ દિવ્યાંગ મતદારો આ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથકે ગયા વગર ઘરે બેઠા જ મતદાન કરી શકશે.
વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની ૭ બેઠકો ઉપર આગામી તા.પાંચમી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ મતદાન થાય અને મતદારો તેમના માતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણીમાં સૌપ્રથમવાર ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો માટે ઘરે બેઠાં મતદાન કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ અંતર્ગત ચૂંટણી પંચની સુચના અનુસાર આગામી દિવસોમાં સબંધિત મતદાર વિભાગમાંથી મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા પોલીંગ ઓફિસર સહિતની અધિકારી-કર્મચારીઓની ટીમ મતદારોના ઘરે જઈને સબંધિત મતદારને પોસ્ટલ બેલેટ આપીને તેમને ઘરે બેઠા બેઠા જ મતદાન કરાવશે.