Get The App

સરપંચ માટે 179 અને સભ્યપદ માટે 1054 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ

Updated: Dec 9th, 2021

GS TEAM

Google News
Google News
સરપંચ માટે 179 અને સભ્યપદ માટે 1054 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ 1 - image


- આણંદ જિલ્લાની 183 ગ્રામ પંચાયતોમાં

- ઉમેદવારીપત્રો પરત ખેંચાયા પછી ચૂંટણી અંગેનું ચિત્ર સ્પષ્ટ બન્યું : જિલ્લાની નવ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ

આણંદ : આણંદ જિલ્લાની ૧૯૨ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૨૧ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તા.૧૯મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જેમાં ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થવા પામ્યું છે અને ૯ ગ્રામ પંચાયતો સંપૂર્ણ સમરસ થઈ છે. જ્યારે અંશત: બિનહરીફ ૧૭૨ ગ્રામ પંચાયતોમાં ૭૮૫ સભ્યો અને ૪ સરપંચ બિનહરીફ જાહેર થયા હતા. જેથી હવે ચૂંટણીમાં ૧૮૩ ગ્રામ પંચાયતોમાં ૧૦૫૪ સભ્યપદની બેઠકો માટે જ્યારે ૧૭૯ સરપંચ પદની બેઠકો માટે ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૮૦ ગ્રામ પંચાયતોમાં સભ્યપદ માટેની ૮૭ બેઠકો જ્યારે સરપંચ પદ માટેની ૪ બેઠકો ખાલી રહેવા પામી છે.

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગતરોજ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું છે અને આણંદ જિલ્લાની ૯ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થઈ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સમરસ જાહેર થયેલ ગ્રામ પંચાયતોમાં તારાપુક તાલુકાની ચીખલીયા, નભોઈ, વાળંદાપુરા ગોરાડ અને જાફરગંજ ગ્રામ પંચાયતો સહિત ઉમરેઠ તાલુકાની જીતપુરા, બોરસદ તાલુકાની રૂદેલ અને ભાદરણ, ખંભાત તાલુકાની તડતલાવ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. તારાપુર તાલુકાની ૨૦ ગ્રામ પંચાયતોમાંથી પાંચ ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં ૧૫ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જંગ ખેલાશે. સમરસ જાહેર થયેલ ગ્રામ પંચાયતોમાં ૭૭ સભ્યપદના ઉમેદવારો જ્યારે ૯ સરપંચ પદના ઉમેદવારો બિનહરીફ થયા છે. આણંદ (ગ્રા), આંકલાવ, પટેલાદ અને સોજિત્રા તાલુકામાં એકપણ ગ્રામ પંચાયત બિનહરીફ થઈ નથી. આણંદ જિલ્લાની આંશિક સમરસ ૧૭૨ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ૪ બેઠકો જ્યારે સભ્યપદ માટે ૭૮૫ બેઠકો બિનહરીફ થઈ છે. જેમાં સરપંચ પદ માટે પેટલાદમાં ૧, ખંભાતમાં ૨ અને તારાપુરમાં ૧ જ્યારે સભ્યપદ માટે આણંદ(ગ્રા)  ૬૧, ઉમરેઠ ૭૯, બોરસદ ૬૭, આંકલાવ ૧૯, પેટલાદ ૩૪, સોજિત્રા ૧૧, ખંભાત ૮૨ અને તારાપુર ૪૪ બેઠકો બિનહરીફ થઈ છે. હવે આણંદ જિલ્લાની ૧૮૩ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ૧૭૯ બેઠકો જ્યારે સભ્યપદ માટે ૧૦૫૪ બેઠકો ઉપર ચૂંટણી જંગ ખેલાશે. હાલ તો ઉમેદવારો પોતાના ચિહ્ન સાથે પ્રચારની કામગીરી વેગવંતી બનાવી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

મતદારોને રીઝવવા ગ્રામીણ કક્ષાએ રાત્રિબેઠકોનો દોર શરૂ

- 327 સરપંચપદના દાવેદારોએ પોતાનું નામાંકનપત્ર પરત ખેંચ્યુ છે

આણંદ જિલ્લામા ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારીપત્ર ચકાસણી, પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચિત્ર સ્પષ્ટ થયુ છે. ૧૮૩ ગ્રામ પંચાયતોમાં ચુંટણી પ્રક્રિયા હાથ ધરાઇ છે. 

જિલ્લામાં આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજીત્રા, ખંભાત અને તારાપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઇને શિયાળાની શીતળ ઠંડીની ઋતુમા પણ રાત્રિ બેઠકોએ ગરમાવો વ્યાપ્યો છે. ત્યારે સરપંચપદ માટે ૧૦૫૭ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોધાવી હતી. જેમાં ૧૭ સભ્યોના ફોર્મ રદ થયા છે. ત્યારે સભ્યમાં ૫૬ ફોર્મ અમાન્ય ઠર્યા છે. જેમાં ૩૨૭ સરપંચપદના દાવેદારોએ પોતાનુ નામાંકનપત્ર પરત ખેંચ્યુ છે અને ૪૩૩ સભ્યોએ પણ ફોર્મ પરત ખેેચતા ઉમેદવારની સ્થિતિ સ્પષ્ટ થઇ છે.

 જે-તે તાલુકાના ચુંટણી અધિકારીએ ઉમેદવારોને પોતાની પસંદગીના ક્રમાંક મુજબ ચુંટણી  પ્રતિક-નિશાન ફાળવી દીધા છે. જેથી ઉમેદવારો હવે પ્રચાર-પ્રસાર કાર્યમા જોડાયા છે. ગ્રામ્યસ્તરના સીમિત વિસ્તાર અને મર્યાદિત રાજાકરણમાં સ્થાનિક અને વગદાર ઉમેદવારોનુ વર્ચસ્વ વર્તાઇ રહેતુ હોવાની રાજનીતિ વચ્ચે પ્રથમ વખત ઉમેદવારી કરનાર નવા નિશાળીયાઓએ પણ મતદારોનુ ધ્યાન આકર્ષિત કર્યુ છે.વોર્ડ વિસ્તારની કામગીરી, સમાજને મદદરૂપ થાય તેવા ઉમેદવારોની છબી પણ ચુંટણી પરિણામો ઉપર અસર વર્તાવશે. 

તાલુકાવાર સમરસ થયેલી ગ્રામ પંચાયતોની વિગત

તાલુકો

ગ્રામ

સમરસ

-

પંચાયત

ગ્રામ પંચાયતો

આણંદ ગ્રામ્ય

૨૬

ઉમરેઠ

૨૭

બોરસદ

૪૨

આંકલાવ

૧૩

પેટલાદ

૨૩

સોજિત્રા

ખંભાત

૩૬

તારાપુર

૨૦

કુલ

૧૯૨


183 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ-સભ્ય માટે હરીફાઈમાં રહેલી બેઠકો

તાલુકો

ગ્રામ પંચાયત

સરપંચ

સભ્ય

-

-

બેઠકો

બેઠકો

આણંદ ગ્રામ્ય

૨૬

૨૬

૧૯૦

ઉમરેઠ

૨૬

૨૬

૯૧

બોરસદ

૩૯

૩૯

૨૮૪

આંકલાવ

૧૩

૧૩

૮૮

પેટલાદ

૨૩

૨૨

૧૫૪

સોજિત્રા

૨૯

ખંભાત

૩૬

૩૪

૧૭૭

તારાપુર

૧૫

૧૪

૪૧

કુલ

૧૮૩

૧૭૯

૧૦૫૪


આંશિક બીન હરીફ જાહેર થયેલી ગ્રામ પંચાયત

તાલુકો

ગ્રામ

સરપંચ

સભ્ય

-

પંચાયત

બિનહરીફ

બિનહરીફ

આણંદ ગ્રામ્ય

૨૪

૧૧૮

ઉમરેઠ

૨૬

૧૬૧

બોરસદ

૩૪

૧૨૯

આંકલાવ

૧૧

૩૪

પેટલાદ

૨૩

૭૩

સોજિત્રા

૨૪

ખંભાત

૩૩

૧૫૨

તારાપુર

૧૫

૯૪

કુલ

૧૮૩

૭૮૫


જાહેરનામા પ્રમાણેની ગ્રામ પંચાયતો પૈકી ખાલી રહેલી બેઠકોની સંખ્યા

તાલુકો

ગ્રામ

સરપંચ

સભ્ય

-

પંચાયત

બિનહરીફ

બિનહરીફ

આણંદ ગ્રામ્ય

ઉમરેઠ

બોરસદ

૧૮

૧૯

આંકલાવ

પેટલાદ

૧૧

૧૩

સોજિત્રા

ખંભાત

૨૭

૨૯

તારાપુર

કુલ

૮૦

૮૭

Tags :