Get The App

ચરોતર સહિત ભારતમાં વસતા મગરોની 3 પ્રજાતિની વિગત હવે આંગળીના ટેરવે

- વિશ્વ મગર દિને વિદ્યાનગર નેચર ક્લબે ક્રોક વોચ એપ લોન્ચ કરી

Updated: Jun 18th, 2021

GS TEAM


Google News
Google News
ચરોતર સહિત ભારતમાં વસતા મગરોની 3 પ્રજાતિની વિગત હવે આંગળીના ટેરવે 1 - image


- દેશના કોઈપણ સ્થળેથી કોઈપણ વ્યક્તિ આ એપ મારફતે ક્રોકોડાયલની ત્રણ પ્રજાતિને લગતો ડેટા અપલોડ કરી શકશે

આણંદ

મધ્ય ગુજરાતના ચરોતર વિસ્તારમાં મગરોની નોંધનીય વસ્તી છે. જ્યાં મગરો પ્રજનન પણ કરે છે. મગર સિવાય અન્ય જૈવ વિવિધતા પણ ચરોતરમાં જોવા મળે છે, ખાસ કરીને પક્ષીઓમાં સારસ પક્ષીની નોંધનીય વસ્તી ચરોતરમાં છે. ચરોતરમાં જંગલ વિસ્તાર નથી, પણ ખેતરો, ગામના તળાવો તેમજ કેનાલો આવી જૈવ વિવિધતાને રહેઠાણ પુરૂ પાડે છે.

ચરોતરમાં વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા મગર સંરક્ષણ માટે  છેલ્લા આઠ વર્ષથી કામગીરી કરવામાં આવી રહી છે. ચરોતરના મગરોની પ્રાકૃતિક પરિસ્થિતિ સમજવા માટે આ પ્રોજેક્ટ શરૂ  કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક લોકોને મગર જાગૃતિ કાર્યક્રમોમાં આવરી લેવામાં આવ્યા છે. મગર-માનવ વચ્ચેના આ સહજીવનને બારીકીથી સમજવા માટે ઘણાં આંતરરાષ્ટ્રીય સંશોધકો તેમજ વન્યજીવ ફિલ્મ મેકરો વીએનસી સાથે કામ કરે છે. આજે વિશ્વ મગર દિવસે (તા.૧૭ જૂન) આ પ્રોજેક્ટમાં એક નવું સોપાન ઉમેરવામાં આવ્યું છે. મગર સંરક્ષણના આ પ્રોજેક્ટ માટે 'ક્રોક વોચ' નામની એપ્લીકેશન આજે લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા ભારતમાં મળતી ત્રણે ક્રોકોડાઈલની પ્રજાતિ મગર, ઘરીયાલ અને ખારા પાણીના ક્રોકોડાઈલનો ડેટા ભેગો કરવામાં આવશે. દેશના કોઈપણ સ્થળેથી કોઈ પણ વ્યક્તિ આ એપમાં મગરને લગતો ડેટા અપલોડ કરી શકે છે. વધુ માહિતી  બુ.પહબૈહગૈચ.ર્યિ પોર્ટલ પરથી મળી રહેશે.સમગ્ર દેશમાં ર્વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા આવી એપ બનાવવામાં આવી હોવાનું ક્લબના મેનેજીંગ ટ્રસ્ટી ધવલ પટેલે જણાવ્યું છે.વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા ચરોતરમાં ક્રોકોડાઈલ ગણતરીની શરૂઆત વર્ષ ૨૦૧૩થી થઇ હતી. જેનો મુખ્ય હેતુ અલગ અલગ ફિલ્ડના લોકોને ભેગો કરવાનો હતો જેમને મગરનું અને જળપલ્લવિત વિસ્તારોનું મહત્વ સમજાવી શકાય. આ ઇવેન્ટ ચરોતરમાં વસતા મગરોનો વિસ્તાર, તેમનો ફેલાવો જાણવાનો છે. આ ઇવેન્ટમાં ભાગ લેનાર વ્યક્તિઓ મગરની આસપાસ રહેતા ગ્રામજનો સાથે સંવાદ કરે છે, જે તેમને તેમના વિસ્તારમાં રહેતા મગરોના સંરક્ષણમાં ઉપયોગી રહે છે. આ પ્રોગ્રામ આખા ગુજરાતમાં ફક્ત ચરોતરમાં જ થાય છે, જેનો રીપોર્ટ બીજા વન્યજીવ પર કામ કરતા લોકો તેમજ સંસ્થાઓને પણ ઉપયોગમાં આવે છે.આ ગણતરીથી કયા ગામમાં કેટલા મગર છે, તેમજ તે ગામના લોકો મગર સાથે કઈ રીતે સંઘર્ષ વગર રહે છે. પ્રોગ્રામમાં ભાગ લેનાર અલગ અલગ રાજ્યમાંથી આવ્યા હોય છે, તેમને પણ જ્ઞાાન મળે છે કે મગર અને માણસો કઈ રીતે સાથે રહે છે, જેથી મગર સંરક્ષણમાં તેઓ પણ પોતાનો ભાગ ભજવી શકે. આ ગણતરીનો રીપોર્ટ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ સરકારને પણ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ  એવો મત વ્યક્ત કર્યો છે કે અહી મગર સંરક્ષણ માટે જે કામગીરી થઈ રહી છે તેના પરથી અન્ય દેશોએ પ્રેરણા લેવા જેવી છે.

ક્યાં કેટલા મગરોનો વસવાટ

ચરોતરમાં છેલ્લી મગર વસ્તી ગણતરી મુજબ ખાંધલી, ભડકદ, દેવાતજ, ચાંગા, ડાલીમાં એક એક, ડભોઉમાં ૮, દેવામાં ૮૮, હેરંજમાં ૨૭, લવાલમાં ૩, મલાતજમાં ૨૧, મરાલા-નગરામા ૩, નવાગામમાં ૩, પેટલીમાં ૧૪, પીજમાં ૪, સોજિત્રામાં ૬, ત્રાજમાં ૨૪, ત્રાણજા કઠોડામાં એક અને વસોમાં ૯ સહિત કુલ ૨૧૬ મગર નોંધાયા છે.

Tags :