આણંદ જિલ્લામાં ડ્રોન કેમેરાની મદદથી કાયદો તોડનાર 20 શખ્સો સામે ગુનો
- કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે પોલીસની કડકાઈ
- કામ સિવાય બહાર નીકળી, ટોળું ભેગું કરનાર શખ્સનો ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરામાં ઝડપાયા
આણંદ, તા.30 માર્ચ 2020, સોમવાર
સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણ સંદર્ભે સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકડાઉન હોય અને લોકોને ઘરની બહાર ન નીકળવા તેમજ વધુ માણસો ભેગા ન થાય તે સારૂ સરકારના જાહેરનામા અમલમાં હોય અને પોલીસ અધિક્ષક આણંદનાઓની સુચના તેમજ માર્ગદર્શન અનુસાર આણંદ જિલ્લામાં આવેલ અલગ અલગ સોસાયટી વિસ્તાર તથા રહેણાંક વિસ્તારમાં લોકો એકઠા થઈ કોરાના વાયરસનું સંક્રમન ન ફેલાવે તે માટે આધુનિક ટેકનોલોજી એટલે કે જિલ્લામાં કાર્યરત નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સીસીટીવી કેમેરા મારફતે કોઈ લોકો જરૂરી કામકાજ સિવાય બહાર ન નીકળે તે અંગે તથા રહેણાંક અને અન્ય વિસ્તારોમાં આધુનીક ફોન કેમેરા મારફતે વિવિધ વિસ્તારોમાં વીડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફીક કરવામાં આવી રહેલ છે.
એસઓજી શાખાના પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા આણંદ જીલ્લા સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ નેત્રમમાં જરૂરી કામ સિવાય બહાર નીકળેલ ઈસમો (૧) સમીરભાઈ ઈસ્માઈલભાઈ મેમણ (રહે.આણંદ, પોલસન ડેરી રોડ, ઝકરીયા મસ્જિદ પાસે), (૨) કીશોર લુકોમલ ચંદાણી (રહે.આણંદ, ગુરૂનાનક સોસાયટી)નાઓની વિરૂધ્ધ ઈપીકો કલમ ૧૮૮, ૨૬૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ આધુનિક ટેકોલોઝી ડ્રોન કેમેરા દ્વારા આણંદ ગણેશ ચોકડી વિસ્તારમા જુની નશાબંધી ઓફીસ રોડ ઉપર ડ્રોન કેમેરાનો ઉપયોગ કરતા રોડ ઉપર ઘણા માણસો ટોળુ વળી ઉભા હતા તેઓને એસઓજી સ્ટાફ દ્વારા પકડી લઈ જેઓના નામ પુછતા (૧) પાર્થ મહેશભાઈ શર્મા (રહે.આણંદ, ગણેશ ચોકડી, સાગર એપાર્ટમેન્ટ), (૨) દીનેશ કનુભાઈ પરમાર (રહે.મંગળપુરા, તા.જી.આણંદ), (૩) કેશવ માનાભાઈ હઠીલા (રહે.વઘાસી રોડ, તેજસ નગર, તા.જી.આણંદ), (૪) કીશનલાલ સુંદરલાલ પંજાબી (રહે.આણંદ, ગણેશ ચોકડી, દીપક સોસાયટી), (૫) જગદીશભાઈ ગોરધનભાઈ ગોહીલ (રહે.આણંદ, ગણેશ ચોકડી), (૬) યોગેશ સુરેશસીંહ સેગંર (રહે.આણંદ, દેવપુષ્ય સોસાયટી), (૭) નીમેષભાઈ વીજયભાઈ પટેલ (રહે.દીપક સોસાયટી, ગણેશ ચોકડી, તા.જી.આણંદ), (૮) નરેશભાઈ શાંતીલાલ પંજાબી (રહે.શાસ્ત્રીપાર્ક, ગણેશ ચોકડી, તા.જી.આણંદ), (૯) મહેશભાઈ બુધાભાઈ ચાવડા (રહે.લાલવાટીકા, ગણેશ ચોકડી, તા.જી.આણંદ), (૧૦) રૂતીક નરેશભાઈ જીવાણી (રહે.અનુપમ પાર્ક, ગણેશ ચોકડી, તા.જી.આણંદ)ના હોય જેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરાવેલ છે તથા આણંદ ગણેશ ચોકડી લાલવાટીકા ફલેટ પાસે ડ્રોન કેમેરા મારફતે ઈમેઝ તેમજ વીડીયોગ્રાફી કરતા ઘણા માણસોનું ટોળુ જરૂરી કામ સિવાય ભેગુ થયેલ હોય તેઓને એસઓજી સ્ટાફ દ્વારા પકડી લઈ જેઓના નામ પુછતા (૧) કમલેશ કીશનચંદ નાથાણી, (૨) ઉપેન્દ્ર રસીકલાલ પંડયા, (૩) ચૌહાણ પીનાકીન લલીતભાઈ, (૪) પટેલ ઘનશ્યામભાઈ રાવજીભાઈ, (૫) મુકેશભાઈ રણછોડભાઈ વાળા, (૬) રૂત ઉપેન્દ્રભાઈ પંચાલ, (૭) જીગ્નેશ પ્રવીણભાઈ દરજી, (૮) દર્શન કીરણભાઈ રાઠોડ, (૯) ચીરાગ ચેતનકુમાર ભોજવાણી (તમામ રહે. લાલવાટીકા, ગણેશ ચોકડી, તા.જી.આણંદ)નાઓની વિરૂધ્ધ પણ અલાયદો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.