Get The App

આજે આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયત માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતગણતરી

Updated: Dec 20th, 2021

GS TEAM

Google News
Google News
આજે આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયત માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતગણતરી 1 - image


- જીતના દાવા સાથે અનેક ઉમેદવારોએ ડીજે બુક કરાવ્યા

- આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજીત્રા, ખંભાત, તારાપુર તાલુકા મથકોએ બેલેટની ગણતરી કરાશે

વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામાં ૧૮૦ ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલી ચુંટણીમાં ૭૭.૦૫ ટકા જેટલુ મતદાન નોધાયુ છે. જેમાં મતદાનની સૌથી વધુ ટકાવારી ખંભાત તાલુકામાં ૮૨.૧૦ ટકા જયારે સૌથી ઓછી આણંદ ગ્રામ્યમાં ૭૧.૯૬ ટકા રહેવા પામી છે. 

જોકે મતદાનપ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ આજે મંગળવારે આઠ તાલુકાના મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાનાર હોઇ સૌની નજર પ્રક્રિયા ઉપર મંડાઇ છે. જોકે બેલેટ પેપરથી થયેલા મતદાનને લઇને પરિણામ જાહેર થવામાં વિલંબ સર્જાવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ૫,૭૪,૪૬૦ બેલેટની ગણતરી કરવામા આવનાર છે. જોકે પરિણામને લઇને ઉમેદવારો, સમર્થકો અને મતદારોમાં ઉત્સુકતાનો માહોલ છવાયો છે.

જિલ્લામા સરપંચના ૭૧૬ અને સભ્યપદના ૨૫૮૦ ઉમેદવારોનુ ભાવિ આજે મતપેટીમાંથી ખુલશે. જેમા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો, નેતાઓના પણ નસીબ મતપેટીમાંથી ખુલવા પામશે. જેમાં સોજીત્રાના કોંગ્રેસના ધારાસભ્ય પુનમ પરમાર, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દિપીકાબેન પટેલ-લાંભવેલ સહિતના હોદ્દેદારોનું ભાવિ ઉઘડશે.  જિલ્લાની ૧૮૦ ગ્રામ પંચાયતોમાં સરપંચ, વોર્ડ-વિસ્તારના સભ્યપદ માટે રવિવારે ઉતેજનાપૂર્ણ છતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ચહલપહલથી ધમધમતા ગ્રામ્ય સ્તરના રાજકારણમા આંશિક રાહત વ્યાપી છે. જોકે મતદાન પૂર્ણ થતાં ઉમેદવારો, દાવેદારોએ પોતાની જીતના દાવા કર્યા છે. ત્યારે બીજી તરફ ૨૧મીએ આણંદ, ઉમરેઠ, બોરસદ, પેટલાદ, આંકલાવ, તારાપુર, સોજીત્રા, ખંભાતના નિયત કરેલા કેન્દ્રો ઉપર મતગરી કેન્દ્રો ઉપર વહેલી સવારે સ્ટ્રોંગરૂમમાંથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હેઠળ મતપેટીઓને ક્ન્દ્રોમાં પહોંચાડીને મતગણતરીની કામગીરી હાથ ધરાશે. જોકે ઇવીએમના સ્થાને બેલેટ પેપરથી મતદાન યોજાયુ હોઇ ગણતરીમાં લાંબો સમય જતાં પરિણામમાં પણ વિલંબ સર્જાવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. 

કયા તાલુકાની ક્યાં મત ગણતરી થશે

આજે આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયત માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતગણતરી 2 - image

તાલુકો

 મત ગણતરીનું સ્થળ

આણંદ ગ્રામ્ય

ડી.એન.હાઇસ્કૂલ આણંદ

ઉમરેઠ

નગરપાલિકા સંચાલિત સંતરામ વિદ્યાલય, ઉમરેઠ

બોરસદ

જે.ડી.પટેલ હાઇસ્કૂલ, બોરસદ

આંકલાવ

આંકલાવ હાઇસ્કૂલ સી.એલ.શાહ પ્રાથમિક વિભાગ પ્રથમ માળ

પેટલાદ

ન્યુ એજયુકેશન હાઇસ્કૂલ પેટલાદ

સોજીત્રા

તાલુકા શાળા, ડભોઉવાળી ભાગોળ, સોજીત્રા

ખંભાત

માધવલાલ શાહ હાઇસ્કૂલ, બેઠક રોડ, ખંભાત

તારાપુર

સાર્વજનિક હાઇસ્કૂલ, તારાપુર રૂમ નં.૧૩ તથા ૩૬થી ૩૯, એફ.કે.અમીન હોલ

Tags :