Get The App

ખંભાત-બોરસદ તાલુકાના દરિયાકાંઠાના 15 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા

- વાવાઝોડું અને વરસાદની આગાહીના પગલે

Updated: Jun 2nd, 2020

GS TEAM

Google News
Google News
ખંભાત-બોરસદ તાલુકાના દરિયાકાંઠાના 15 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા 1 - image


આણંદ, તા.2 જૂન 2020, મંગળવાર

આગામી તા.૧ જૂનથી ૬ જૂન સુધીમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આણંદ જિલ્લાના ખંભાત અને બોરસદ તાલુકાનાં દરિયાકાંઠાના ૧૫ ગામોમાં સિનિયર અધિકારીઓના ગામ વાર વ્યવસ્થાપનની કામગીરી માટે કલેક્ટરે ફરજ સોંપણી કરતા સોમવારના રોજ આદેશ કર્યો હતો.

આ ગામો પાદડ, તડકપુર, મીતલી, વણજ જૂની અખોલ, નવા ગામ બારા, રાલજ, રાજપુરા, ખંભાત, કંકાપૂરા, વડગામ, વૈણજ તા.બોરસદ, કલમસર, બાજીપુરા, બદલપુર, ધુવારણનો સમાવેશ થાય છે. આ અધિકારીને તાત્કાલિક જે તે સોંપેલ ગામનો હવાલો સંભાળીને કોરોના સંક્રમણ મહામારીને ધ્યાને રાખીને જે તે ગામે કામગીરી કરવાની રહેશે. વાવાઝોડા અને  ભારે વરસાદનાં પગલે નાગરિકોનું સ્થળાંતર કરવાનું થાય તો સોશ્યલ ડિસ્ટન્સ અને આશ્રય સ્થાનને સંપૂર્ણ સેનેટાઈઝ કરવાનું રહેશે. ઉપરાંત નાગરિકો માટે સેનેટાઈઝની વ્યવસ્થા કરવાની રહેશે. આશ્રય સ્થાન ઉપર પૂરતા પ્રમાણમાં માસ્ક, સેનેટાઈઝર અને ભોજન વ્યવસ્થા કરવાની રહેશે. લાયઝન ઓફિસરોએ પોતાના ફાળવેલ ગામનો તુરંત સર્વે કામગીરી હાથ ધરી કાચા મકાનો વગેરેનો રિપોર્ટ આપવાનો રહેશે. આ ઉપરાંત જો કોઈ હોડી બોટ દરિયામાં હોય તો તુરંત પરત કરાવવાની રહેશે. ઉર્જા વિભાગ, વનવિભાગ અને નગરપાલિકા દ્વારા રાહત બચાવ અને વીજ પોલની કાળજી લેવી, વૃક્ષો પાડવાની ઘટના સામે વનવિભાગ દ્વારા ટીમ તૈયાર રાખવી.

Tags :