Get The App

બોરસદના વાલવોડ ગામે રહેણાંકમાંથી 8 ફૂટ લાંબો અજગર પકડાયો

- અવાજનું પ્રદુષણ ઘટતા સરિસૃપો બહાર આવ્યા

- વનવિભાગ અને પર્યાવરણ પ્રેમીઓએ અજગરનું રેસક્યુ કરી સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો

Updated: May 5th, 2020

GS TEAM

Google News
Google News
બોરસદના વાલવોડ ગામે રહેણાંકમાંથી 8 ફૂટ લાંબો અજગર પકડાયો 1 - image


આણંદ, તા.5 મે 2020, મંગળવાર

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ગામે આશરે ૮ ફૂટનો અજગર રહેણાંક વિસ્તારમાં ધસી આવતા સ્થાનિકોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી હતી. જો કે આ વાતની જાણ વિદ્યાનગરના નેચર હેલ્પ ફાઉન્ડેશન તથા બોરસદના વનવિભાગને થતા ટીમો તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.

વધુમાં મવતી વિગતો મુજબ બોરસદ તાલુકાના વાલવોડ ગામે આવેલ સોના તલાવડી ચુડેલ માતા વિસ્તારમાં ગઈકાલે આશરે ૮ ફૂટનો અજગર આવી ચઢતા સ્થાનિકોમાં ભયની લાગણી વ્યાપી ગઈ હતી. રહેણાંક વિસ્તારમાં અજગર લોક નજરે ચઢતા ગ્રામજનો કુતુહલવશ ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. દરમ્યાન ગ્રામજનો દ્વારા બોરસદના વન વિભાગ તેમજ વલ્લભ વિદ્યાનગરના નેચર હેલ્પ ફાઉન્ડેશનને જાણ કરવામાં આવતા બંને ટીમો તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યકરો દ્વારા અજગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ભારે જહેમત બાદ કાર્યકરોએ આશરે ૮ ફૂટના અજગરને પાંજરે પૂર્યો હતો. અડધા કલાકની જહેમત બાદ સહીસલામત રીતે અજગરને પાંજરે પુરી પુનઃ તેના રહેઠાણ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં સંસ્થાના પ્રમુખના જણાવ્યા મુજબ ઉનાળાના સમયમાં નદી કિનારા વિસ્તારમાં ગરમીના કારણે જળચર પ્રાણીઓ આંતરીક સ્થળાંતર કરતા હોય છે. કોતર વિસ્તારમાંથી સ્થળાંતર કરતી વખતે આ અજગર ગામમાં આવી ચઢ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Tags :