Get The App

ઉમેરઠના બેચરી ગામે આવેલાં ખેતરમાં સંતાડેલો રૂા.1.20 લાખનો દારૂ પકડાયો

- જિલ્લામાં બે સ્થળેથી દારૂનો જથ્થો પકડાયો

- રૂપારેલ-વડોદ માર્ગ ઉપરની વાડીમાંથી ૨૬ હજારનો દારુ એલસીબીએ પકડી કાર્યવાહી હાથ ધરી

Updated: Jun 6th, 2020

GS TEAM

Google News
Google News
ઉમેરઠના બેચરી ગામે આવેલાં ખેતરમાં સંતાડેલો રૂા.1.20 લાખનો દારૂ પકડાયો 1 - image


આણંદ,તા.6 જુન 2020, શનિવાર

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામે સિંદોરીમાતાના મંદિર પાછળ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓચિંતો છાપો મારીને રૂા.૧.૨૦ લાખનો વિદેશી દારૂનો જથૃથો ઝડપી પાડયો હતો. જ્યારે આણંદ તાલુકાના વડોદ ગામ નજીક રૂપારેલ-વડોદ માર્ગ ઉપર આવેલ ખેતરમાંથી રૂા.૨૬ હજારનો વિદેશી દારૂનો જથૃથો એલસીબી પોલીસે ઝડપી પાડી આ બંને બનાવ અંગે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જિલ્લામાં દારૂ-જુગારની બદી અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરેલ હોઈ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ ગઈકાલ મોડી રાત્રિના સુમારે આણંદ જિલ્લામાં પેટ્રોલીંગમાં નીકળી હતી. પેટ્રોલીંગ દરમ્યાન ઉમરેઠ તાલુકાના હમીદપુરા ચોકડી નજીક પહોંચતા ઉમરેઠ તાલુકાના નવાપુરા નગરીમાં રહેતો હર્ષદભાઈ અંબાલાલ પરમાર વિદેશી દારૂનો જથૃથો લાવી બેચરી ગામના સિંદોરી માતાના મંદિર પાછળ આવેલ એક ખેતરમાં સંતાડી ખાનગી રાહે વેચાણ કરતો હોવાની ગુપ્ત બાતમી એલસીબી પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આાધારે એલસીબી પોલીસે બેચરી ગામે આવેલ સિંદોરી માતાના મંદિર પાછળના વિજયભાઈ કાભઈભાઈ પટેલના ખેતરમાં ઓચિંતો છાપો મારતા ઓરડી આગળ એક શખ્શ સુઈ રહેલ હાલતમાં મળી આવ્યો હતો. જેના નામ-ઠામ અંગે પુછફરછ કરતા તે હર્ષદભાઈ અંબાલાલ પરમાર (રહે.નવાપુરા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઓરડી ખોલાવીને અંદર તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની ૨૪૦ નંગ બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂા.૧,૨૦,૦૦૦ જેટલી થવા જાય છે. પોલીસે આ વિદેશી દારૂ બાબતે પુછપરછ કરતા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ખાતે રહેતા વિષ્ણુભાઈ ચીમનભાઈ જાદવ થોડા દિવસ પૂર્વે ખેતરની ઓરડીમાં મુકી ગયેલ હોવાનું તેણે જણાવ્યું હતું. આ બનાવ અંગે એલસીબી પોલીસે બંને શખ્શો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી હર્ષદભાઈ અંબાલાલ પરમારની અટકાયત કરી વિષ્ણુભાઈ ચીમનભાઈ જાદવને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બીજી તરફ એલસીબી પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આાૃધારે રૂપારેલ-વડોદ માર્ગ ઉપર આવેલ રેલ્વે ફાટક નજીકના રાજુભાઈ અંબાલાલ પટેલના ખેતરમાં છાપો મારીને ખેતરમાંથી વિદેશી દારૂની ૬૫ નંગ બોટલો ઝડપી પાડી હતી. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂનું વેચાણ કરતા નિલેશ ઉર્ફે મંગો મુકેશભાઈ તળપદા (રહે.રૂપારેલ)ને ઝડપી પાડી અન્ય સાગરીતોને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Tags :