Get The App

કહાનવાડી પાસે બ્રીજ પરથી યુવકે નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો

Updated: May 25th, 2023

GS TEAM


Google News
Google News
કહાનવાડી પાસે બ્રીજ પરથી યુવકે નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો 1 - image


- નદીમાં તરવૈયાઓ દ્વારા ભારે શોધખોળ બાદ મૃતદેહ બહાર કઢાયો, મૃતદેહને પીએમ માટે મોકલ્યો 

આણંદ : આંકલાવ તાલુકાના કહાનવાડી નજીકથી પસાર થતી મહીસાગર નદી ઉપર નવનિર્માણ પામી રહેલા બ્રીજ ઉપરથી એક ૩૫ વર્ષીય યુવકે નદીમાં છલાંગ લગાવી આયખું ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ આંકલાવ પોલીસને થતા પોલીસની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

 આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે લાલપુરા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ખુમાનસીંગ પઢીયાર (ઉં.વ.૩૫) ત્રણ દિવસ પૂર્વે પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ ગુમ થયા હતા. જે અંગે યુવકના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ યુવકનો પત્તો લાગ્યો ન હતો.  દરમિયાન પરિવારજનો તપાસ કરતા કરતા કહાનવાડી નજીકથી પસાર થતી મહીસાગર નદી ઉપર તૈયાર થયેલ નવા બ્રીજ ખાતે પહોંચ્યા હતા. જ્યાં યુવકના પગરખા બ્રીજ ઉપરથી મળી આવ્યા હતા. જેથી યુવકે નદીમાં છલાંગ લગાવી હોવાની આશંકા સાથે સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીના પાણીમાં શોધખોળ આરંભી હતી. દરમિયાન આજે સવારે યુવકનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. આ અંગે આંકલાવ પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.

Tags :