For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોરસદના મોટી સંખ્યાડ ગામે ધોરણ- 10 ની વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો

Updated: Mar 14th, 2023

Article Content Image

- પરીક્ષા ન આપતા પિતાએ ઠપકો આપતા લાગી આવ્યું

- શાકભાજીમાં છાંટવાની દવા ગટગટાવી લીધી, વધુ સારવાર માટે વડોદરા ખસેડાઇ

આણંદ : બોરસદ તાલુકાના મોટી સંખ્યાડ ગામની ધો.૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની આજે પરીક્ષા આપવા ન જતા તેણીના પિતાએ આ બાબતે ઠપકો આપતા વિદ્યાર્થિનીએ ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કરતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી હતી. વિદ્યાર્થિનીને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના મોટી સંખ્યાડ ગામે રહેતા દિપકસિંહ પરમારની પુત્રી વિદ્યાબેન ધો.૧૦માં અભ્યાસ કરે છે. જો કે તેણીને ધો.૧૦માં પરીક્ષા આપવી ન હોય પિતા દ્વારા આજે સવારના સુમારે પરીક્ષા આપવી જ પડશે તેમ કહી ઠપકો આપવામાં આવ્યો હતો. જેથી વિદ્યાર્થિનીને મનમાં લાગી આવતા આજે સવારના સુમારે તેણીએ શાકભાજીમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પરિવારજનોને જાણ થતા તેણીને તુરત જ સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે વિદ્યાર્થિનીને વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat