Get The App

સુંદરણા-ગોરેલ બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત થયું

Updated: Jan 30th, 2024

GS TEAM


Google News
Google News
સુંદરણા-ગોરેલ બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત થયું 1 - image


- તારાપુર-વાસદ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ 

- અજાણ્યા મૃતકના વાલી-વારસ અંગે તપાસ હાથ ધરાઈ 

આણંદ : તારાપુર-વાસદ હાઈવે માર્ગ પર આવેલા પેટલાદ તાલુકાના સુંદરણા-ગોરેલ બ્રિજ નજીક રવિવારે રાત્રે પુરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહનની ટક્કરે એક આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પેટલાદ તાલુકાના સુંદરણા-ગોરેલ ઓવરબ્રિજ નજીકથી રવિવારે રાત્રે એક ૪૫ થી ૫૦ વર્ષના આશરાનો આધેડ પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને તેને ટક્કર મારતા તે નીચે પટકાયો હતો. 

જો કે ત્યારબાદ હાઈવે પરથી અન્ય વાહનો પૂરઝડપે પસાર થતા તેના માથાનો ભાગ છૂંદાઈ ગયો હતો અને સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. 

અકસ્માત અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસને જાણ થતા પોલીસની ટીમ તુરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

પોલીસે આ અંગે ગુનો નોંધી મૃતક અજાણ્યા આધેડની ઓળખ અને વાલી વારસાની શોધખોળની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Tags :