ખંભાત તાલુકાના રોહિણી ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો ઉંટવૈદ્ય ઝડપાયો
- દવાઓ અને સાધનો સાથે મુન્નાભાઈ એમબીબીએસને એસઓજીએ ગ્રામ્ય પોલીસના હવાલે કર્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખંભાત તાલુકાના રોહિણી ગામે બસ સ્ટેન્ડ નજીક દવાખાનું ચલાવતા ર્ડા.ભાવીનભાઈ શાંતિલાલભાઈ રાવળ કોઈપણ જાતની ડીગ્રી ન ધરાવતા હોવા છતાં દર્દીઓની સારવાર કરી તેઓના આરોગ્ય સાથે ચેંડા કરતા હોવાની માહિતી આણંદ એસઓજી પોલીસની ટીમને મળી હતી. જેથી એસઓજી પોલીસની ટીમ તુરંત જ રોહિણી ગામે દોડી ગઈ હતી અને પીએચસીના મેડિકલ ઓફિસરને સાથે રાખી દવાખાનમાં ઓચિંતો છાપો માર્યો હતો. દવાખાના ખાતેથી ર્ડા.ભાવિન રાવળને ઝડપી પાડી તેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સીલ રજીસ્ટ્રેશનના પ્રમાણપત્રની માંગણી કરતા ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે દવાખાના ખાતેથી તબીબી સાધનો તેમજ દવાઓ મળી કુલ્લે રૂા.૩૦૮૧નો જથ્થો જપ્ત કરી મુન્નાભાઈ એમબીબીએસને ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના હવાલે કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.