Updated: May 25th, 2023
- પોલીસે 16 હજારનો મુદ્દામાલ કબજે લઇ 8 શખ્સ સામે ફરિયાદ નોંધાઇ
વિદ્યાનગર પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં હતી.વલાસણ ગામના ભક્તિનગર પવનચક્કી વિસ્તારમાં જુગાર રમી રહ્યાં હોવાની બાતમી વિદ્યાનગર પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલ તત્ત્વોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળેથી આઠ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલ શખ્સોના નામઠામ અંગે પૂછપરછ કરતા તેઓ સુરેશભાઈ કાળીદાસ સોલંકી (રહે.રામદેવ મંદિર પાસે, કરમસદ), વિનુભાઈ શનાભાઈ ગોહેલ (રહે.લીંબચ માતા મંદિર પાસે, કરમસદ), રાજુભાઈ પૂજાભાઈ પઢીયાર (રહે.ભુતિયાવડ, કરમસદ), વનાભાઈ ઓઘાભાઈ બારૈયા (રહે.ભુતીયાદેવવાળુ ફળિયું, કરમસદ), પરેશભાઈ રાવજીભાઈ પટેલ (સરદાર પોળ, કરમસદ), અશોકભાઈ રમણભાઈ ચૌહાણ (રહે.સાંઈબાબા મંદિર પાસે, કરમસદ), રોહીત રયજીભાઈ ગોહેલ (રહે.નવરંગપોળ, કરમસદ) તથા નરસિંહભાઈ હરમાનભાઈ ચૌહાણ (રહે.ભક્તીનગર, વલાસણ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂા.૧૬૧૨૦ જપ્ત કરી તમામ વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા શખ્સો પાસેથી ફોન કે વાહનનો ફરિયાદમાં ઉલ્લેખ ન કરાયો
વિદ્યાનગર પોલીસે વલાસણ ગામના ભક્તિનગર પવનચક્કી સીમ વિસ્તારમાંથી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડયા હતા. જે પૈકી નરસિંહભાઈ ચૌહાણ વલાસણ ગામના જ્યારે અન્ય સાત શખ્સો કરમસદના હોવાનું ફરીયાદમાં દર્શાવાયું છે. જો કે પોલીસે તેઓની અંગઝડતી અને દાવ પરથી રોકડા રૂા.૧૬૧૨૦ જપ્ત કર્યા છે. જ્યારે ઝડપાયેલા શખ્સો પાસેથી મોબાઈલ ફોન કે અન્ય કોઈ વાહન અંગે ફરીયાદમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી. કરમસદ ગામેથી જુગાર રમવા વલાસણ ગયેલ શખ્સો સામે થયેલ કેસમાં પોલીસે દ્વારા મોબાઈલ તથા વાહનોની જપ્ત ન કરવામાં આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.