For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખેડા-આણંદ જિલ્લાના 8 ચીફ ઓફિસરોની બદલી કરાઇ

Updated: Mar 15th, 2023

Article Content Image

- ખેડા જિલ્લામાં ડાકોર અને મહેમદાવાદ સહિત 4 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી

આણંદ, નડિયાદ : રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગતરોજ રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં ફરજ બજાવતા ૪૨ જેટલા ચીફ ઓફીસરોની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. જેમાં આણંદ તથા ખેડા જિલ્લાની મળી કુલ-૮ ચીફ ઓફીસરોની બદલીઓ કરવામાં આવી છે. 

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગઈકાલ મોડી રાત્રીના સુમારે ચીફ ઓફીસરોની કરાયેલ બદલીઓમાં આણંદ જિલ્લાની ઓડ નગરપાલિકા ખાતે ફરજ બજાવતા હરેશકુમાર બ્રહ્મભટ્ટની દામનગર નગરપાલિકા ખાતે બદલી કરાઈ છે. તેમના સ્થાને ભાભરથી સદ્દામહુસેન અન્સારીને ઓડ નગરપાલિકાના ચીફ ઓફીસર તરીકે નિમવામાં આવ્યા છે. જ્યારે પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફીસર સંજયકુમાર રામાનુજની ગાંધીધામ નગરપાલિકા ખાતે બદલી કરાઈ છે. તેઓની જગ્યાએ કલોલ નગરપાલિકાના ચીફ ઓફીસર નિતીનભાઈ બોડાતને પેટલાદનગર પાલિકાના સી.ઓ. તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે આંકલાવ નગરપાલિકાના ચીફ ઓફીસર તરીકે બગસરાથી વિપુલભાઈ પનારાની નિમણૂંક કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વંટોળમાં સપડાયેલ સોજિત્રા નગરપાલિકાના ચીફ ઓફીસર તરીકે થાનગઢ નગરપાલિકાના નિલમ રોયની વરણી કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં મહેમદાવાદના ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામીની બોટાદ બદલી થતાં તેમના સ્થાને દાહોદના સી.ઓ.કમલકાન્ત પ્રજાપતિને મહેમદાવાદના સી.ઓ.તરીકે મુકાયા છે. ડાકોરના સી.ઓ. સંજયકુમાર પટેલની થાનગઢ બદલી જ્યારે છોટા ઉદેપુરના સી.ઓ અતુલ ચંદ્રસિંહને ડાકોર સી.ઓ.તરીકે મુકાયા છે. 

જ્યારે કઠલાલ નગરપાલિકાના ઇન ચાર્જ સી.ઓ.ના સ્થાને માળિયા મિયાણા પાલિકાના ઊમલાબેન સુમેસરાને કઠલાલ પાલિકાના સી.ઓ.તરીકે બદલી કરવામાં આવી છે. 

કણજરી પાલિકાના સી.ઓ. રાજુ શેખની બદલી જસદણ જ્યારે સીધી ભરતીથી પસંદગી પામેલા રાજુભાઈ લાલાભાઇ રબારીને કણજરી નગરપાલિકા ના અજમાયસી ચીફ ઓફિસર તરીકે જ્યારે ચકલાસીના નગરપાલિકાના સી.ઓ તરીકે નિકુંજભાઈ રાઠવાને અજમાઈસી સી.ઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

નડિયાદ તાલુકાના કણજરી અને ચકલાસી નગરપાલિકાના સી.ઓ. તરીકે રાજુભાઈ શેખ ચાર્જ સંભાળતા હતા ત્યારે આ બંને નગરપાલિકામાં અલગ અલગ ચીફ ઓફિસરની બે વર્ષના સમયગાળા માટે અજમાયશી નિમણૂક કરવામાં આવી છે. જેથી બંને પાલિકામાં વિકાસ કામોને વેગ મળશે તેવી આશા વ્યાપી છે.

6 માસમાં સોજિત્રા નગરપાલિકામાં કુલ 5 ચીફ ઓફીસરની બદલી

આણંદ : સોજિત્રા નગર પાલિકામાં પુનઃ એકવાર માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં ચીફ ઓફીસર બદલાયા છે અને આમ વિતેલા છ માસમાં સોજિત્રા નગરપાલિકામાં કુલ પાંચ ચીફ ઓફીસરની બદલી થઈ છે. ગત માસે દબાણ દુર કરવાના મુદ્દે પેટલાદના ચીફ ઓફીસર સંજય રામાનુજને સોજિત્રા નગરપાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. બાદમાં ૧૩મી માર્ચે કિરણભાઈ શુક્લની કરાર આધારીત ચીફ ઓફીસર તરીકે નિમણૂંક થઈ હતી. જ્યાં ૧૪મીની રાત્રીએ ગાંધીનગરથી ચીફ ઓફીસરોની બદલીનો ગંજીફો ચીપાતા સોજિત્રા નગરપાલિકાના નવા ચીફ ઓફીસર તરીકે નિલમ રોયની નિમણુંક કરાઈ છે.

Gujarat