આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા શાકભાજીની નવી 4 જાત વિકસાવાઇ
- આવનારા દિવસોમાં ખેડૂતોને વાવેતર માટે ભલામણ કરાશે
- આણંદ બ્રાન્ડ હેઠળ રીંગણની રાજ, મરચાંની તેજ, ભીંડાની કોમલ, ટામેટાંની રોમા જાતનું સંશોધન
વલ્લભવિદ્યાનગર : આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થાય, આર્થિક ફાયદો મળી રહે તે ઉદ્દેશ્યથી શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા રીંગણ, મરચા, ભીંડા, ટામેટાની નવી ૪ જાતો વિકસાવવામા આવી છે.
કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે નવી ચાર જાતોનુ રિસર્ચ કરવામા આવ્યુ છે. યુનિવર્સિટી ગુજરાત રાજ્ય લેવલે શાકભાજી ઉપર કામ કરી રહી હોઇ દૈનિક ઉપયોગમાં વપરાતા વેજીટેબલ તેમજ જવલ્લે જ મળતા શાકભાજી પાકમાં અવારનવાર સંશોધન કરીને નવતર જાતિ વિકસાવવામાં આવે છે. કેન્દ્ર દ્વારા રીંગણની નવી જાત આણંદ રાજ, મરચાંની સંશોધિત બ્રાન્ડ આણંદ તેજ, ભીંડાની નવી જાતિ આણંદ કોમલ, તેમજ ટામેટાની નવતર બ્રાન્ડ આણંદ રોમાં તરીકે વિકસાવવામાં આવી છે.
એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ટુંક સમયમાં ખેડૂતો માટે વિકસાવેલ વેજીટેબલની ચાર જાતોના વાવેતર માટે ભલામણ-અનુરોધ કરવામા આવશે.
વિકસાવેલા શાકભાજીની ખાસિયત
રીંગણ-આણંદ રાજઃ- વૈવિધ્યતામાં અંડાશય આકારના ફળ, અને ફળના ચળકતુ જાંબલી કલરનું હોય છે.
ટામેટા-આણંદ રોમાઃ- વિવિધતા મુજબ વૃદ્ધિ અને પાંદડા ઉપર લીલા રંગની પ્રકાશની તીવ્રતા ધરાવે છે. સુચિત ફળો અંડાકાર આકારના હોય છે. જેમાં સપાટથી માંડીને પોઇન્ટેડ બ્લોસમ ફળ ઉગે છે.
ભીંડા-આણંદ કોમલઃ- ફળો ઘેરા લીલા કલરના મુલાયમ, મધ્યમ લંબાઇ ધરાવતા અને ટોચે સાંકડા તીવ્ર આકારના હોય છે.
મરચીઃ આણંદ તેજઃ- છોડની ઉપર ગાઢ છત્ર હોય છે. ગાંઠો ઉપર એન્થોસાયનિસ રંગની તીવ્રતા તેમજ પ્યુબસેન્સની મીડલ તીવ્રતા ધરાવે છે. પાકેલી અવસ્થામાં ફળોમાં મધ્યમ તીવ્રતા લીલા રંગની હોય છે.