Get The App

આણંદ જિલ્લાના 398 મતદારોને ઘરે બેઠા મતદાનનો લાભ મળ્યો

Updated: Apr 28th, 2024

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લાના 398 મતદારોને ઘરે બેઠા મતદાનનો લાભ મળ્યો 1 - image


- તા. 25 થી 27 એપ્રિલ દરમિયાન

- 85 વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટથી મત આપ્યો

આણંદ : આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી હોમ વોટિંગની પ્રક્રિયામાં જિલ્લાના ૩૯૮ જેટલા ૮૫ વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠાં મતદાન કરવાનો વિકલ્પ અપનાવ્યો હતો. જેને ધ્યાને લઈ ચૂંટણી તંત્ર દ્વારા આ તમામ મતદારો માટે તા.૨૫ થી ૨૭ એપ્રિલ સુધી કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

આણંદ સંસદીય મતદાર વિભાગમાં કુલ-૩૯૮ જેટલા ૮૫ વર્ષથી વધુ વયના મતદારો અને દિવ્યાંગ મતદારોએ ફોર્મ ૧૨-ડી ભરીને ઘરે બેઠાં મતદાન કરવાનો વિકલ્પ અપનાવ્યો હતો. જેમાં સોજીત્રા મત વિસ્તારમાં ૩૦, પેટલાદ મત વિસ્તારમાં ૬૫, આણંદ મત વિસ્તારમાં ૬૪, ઉમરેઠ મત વિસ્તારમાં ૪૯, આંકલાવ મત વિસ્તારમાં ૪૭, બોરસદ મત વિસ્તારમાં ૪૪ અને ખંભાત મત વિસ્તારમાં ૯૯ મતદારોનો સમાવેશ થાય છે. 

જે અન્વયે ચૂંટણી તંત્ર દ્વારા તા.૨૬ એપ્રિલના રોજ ૧૬-આણંદ સંસદીય મત વિસ્તારમાં આવેલા ૧૦૮- ખંભાત વિધાનસભા મતદાર વિભાગના ખંભાત, કાળી તલાવડી, કાણીસા, જલસણ અને પીપળોઈ ખાતે, ૧૦૯-બોરસદ વિધાનસભા મતદાર વિભાગના વીરસદ, વડેલી, જંત્રાલ, રાસ, અમીયાદ, સીસ્વા, કઠાણા, કાલુ, કાંધરોટી, કંકાપુરા, બોરસદ, સારોલ, વાલવોડ, ધનાવશી ખાતે ૧૧૦-આંકલાવ વિધાનસભા મતદાર વિભાગના સારસા, મોગર, રામનગર, વડોદ, નાપાડ, અંબાવ, આસોદર, ભેટાસી (વાંટા), મુંજકુવા, કોસીન્દ્રા, લાલપુરા, આંકલાવ, આમરોલ, આસરમા, ઉમેટા, ચમારા, ગંભીરા અને બામણગામ ખાતે, ૧૧૨-આણંદ વિધાનસભા મતદાર વિભાગના કરમસદ, મોગરી, વલાસણ, બાકરોલ, વલ્લભ વિદ્યાનગર, આણંદ(શહેર) અને લાંભવેલ ગામો ખાતે, ૧૧૪- સોજીત્રા વિધાનસભા મતદાર વિભાગના તારાપુર, મોટા કલોદરા, રીંઝા, વાળંદાપુરા, જીચકા, જલ્લા, આમલીયારા, મોરજ અને ખડા ગામ તથા દેવા વાંટા, ભડકદ, લીમ્બાલી, ગાડા, દેવાતજ, પલોલ, પેટલી અને ધર્મજ ગામ ગાતે વયોવૃધ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે જઈને તેમને હોમ વોટીંગ કરાવવામાં આવ્યું હતું.

Tags :