આણંદ જિલ્લામાં ઓડ ચોકડી પાસે ટેમ્પામાંથી 336 બોટલ દારૂ પકડાયો
- પોલીસે બાતમીના આધારે રૂ. 33,600 નો જથ્થો જપ્ત કરી ડ્રાઈવરની અટકાયત કરી
આણંદ, તા.24 મે 2020, રવિવાર
ઇદના તહેવારને અનુલક્ષીને પોલીસ અધિક્ષક અજિત રાજ્યાણની સૂચનાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કોમ્બિંગ નાટિનું આયોજન કર્યું હતું જે સંદર્ભે એચ.બી.ચૌહાણ, પો.ઇન્સ્પેકટર એલસીબી તથા સ્ટાફના માણસો આણંદ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે દારૃનો જથ્થો ઝડપાતા તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓડ ચોકડી પર એક ટેમ્પો રોકતા શાકભાજીના પ્લાસ્ટિકના કેરેટની આડમાં છૂપાયેલો દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા અંદર દારૃના ૩૩૬ નંગ ક્વાટરિયા હતા. જેની આશરે કિંમત રૃ. ૩૩,૬૦૦ છે.
પોલીસે તરત ટેમ્પીના ડ્રાઈવર રાકેશ ઉર્ફે બોડો રમેશભાઈ ચુનીલાલ વસાવા (સામરખા ચોકડી, આણંદ)ની અટકાયત કરી ગુનો દાખલ કર્યો હતો.