Get The App

ટેમ્પો તથા રીક્ષામાં કતલખાને લઈ જવાતા 3 ગૌવંશને બચાવી લેવાયા

Updated: Sep 21st, 2022

GS TEAM

Google News
Google News
ટેમ્પો તથા રીક્ષામાં કતલખાને લઈ જવાતા 3 ગૌવંશને બચાવી લેવાયા 1 - image


- બોરસદના બેલાતુર માંજરા તળાવ નજીક 

- ટેમ્પાના ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાતા બે શખ્સો ટેમ્પો મુકીને ફરાર, રીક્ષા ચાલક શખ્સ ઝડપાઈ ગયો

આણંદ : બોરસદ શહેર પોલીસની ટીમે ગત રોજ બેલાતુર માંજરા તળાવ નજીક ગુપ્ત વોચ ગોઠવીને એક ટેમ્પી તથા રીક્ષામાં કતલખાને લઈ જવાતા ત્રણ ગૌવંશને ઝડપી પાડયા હતા. પોલીસે એક શખ્સની અટકાયત કરી હતી જ્યારે અન્ય બે શખ્સો ફરાર થઈ જવામાં સફળ થયા હતા.

બોરસદ તાલુકાના કસારી તરફથી એક ટેમ્પી અને રીક્ષામાં ગૌવંશ ભરીને બોરસદના કતલ ખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની ગુપ્ત બાતમી ગત રોજ બોરસદ શહેરની પોલીસ ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમ બોરસદના બેલાતોર માંજરા તળાવ નજીક ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બાતમીદારના કહેવા મુજબની એક થ્રીવ્હીલ ટેમ્પી આવી ચઢતા પોલીસે તેને અટકાવવા માટે ઈશારો કર્યો હતો પરંતુ પોલીસને જોઈ ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકાર્યું હતું. જેથી પોલીસે ફિલ્મી ઢબે ટેમ્પીનો પીછો કર્યો હતો પરંતુ ટેમ્પીના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પી ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ હતી. દરમ્યાન ટેમ્પીમાં સવાર બે શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.  

જેની ઓળખ અંગે તપાસ કરતા ફરાર થઈ ગયેલ બંને શખ્સો આશીક ઉર્ફે અજમેરી મહંમદહનીફ કુરેશી અને મહંમદ પરવેઝ ઉર્ફે પરપોટો મુનીરોદ્દીન મલેક હોવાનું જાણવા મળ્યું હતું.  પોલીસે ટેમ્પીમાં તપાસ કરતા અંદરથી એક ગૌવંશ મળી આવ્યું હતું. 

આ સમગ્ર ઘટના વચ્ચે થોડી જ મિનિટોમાં અન્ય એક સીએનજી રીક્ષા પણ ત્યાં આવી પહોંચી હતી. પોલીસે તેને શંકાને આધારે તપસા કરતા આ સીએનજી રીક્ષામાંથી બે વાછરડા મળી આવ્યા હતા. 

પશુ હેરફેર અંગેની પરવાનગી માટે પોલીસે ચાલક પાસે પુરાવાની માંગણી કરતા તેની પાસે નહિ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે રીક્ષા ચાલક અંબાલાલ રામસિંહ સોલંકી (રહે.બદલપુર)ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરતા બોરસદના વણકરવાસ નજીક આવેલ કતલખાને આ ગૌવંશને લઈ જવાના હોવાની તેણે કબૂલાત કરી હતી. પોલીસે આ બંને બનાવ અંગે કુલ ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :