Get The App

વરસાદનો તોફાની રાઉન્ડ, આણંદ તાલુકામાં 3.5 તો સોજિત્રા અને ઉમરેઠમાં 3-3 ઈંચ ખાબકતાં પાણી જ પાણી

Updated: Sep 4th, 2024

GS TEAM


Google News
Google News
વરસાદનો તોફાની રાઉન્ડ, આણંદ તાલુકામાં 3.5 તો સોજિત્રા અને ઉમરેઠમાં 3-3 ઈંચ ખાબકતાં પાણી જ પાણી 1 - image


Gujarat Anand Rain Updates |  આણંદ જિલ્લામાં બે-ત્રણ દિવસ વરસાદે વિરામ લીધા બાદ ફરીથી સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સોમવારે મોડી રાતથી શરૂ થયેલા વરસાદને કારણે જિલ્લામાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે આણંદ તાલુકામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ, સોજિત્રા અને ઉમરેઠ તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં જિલ્લામાં સિઝનનો સરેરાશ ૪૨.૩૨ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.  

આણંદ જિલ્લામાં સોમવારે મોડી સાંજ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટથી લોકો અકળાયા હતા. તેવામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ઉમરેઠ તાલુકામાં એક ઈંચ અને આંકલાવમાં પોણો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 

રાત્રે આઠ વાગ્યા બાદ જિલ્લામાં ધમાકેદાર વરસાદની ફરી એન્ટ્રી થઈ હતી. જેમાં મોડી રાત્રે આણંદ તાલુકામાં સાડા ત્રણ ઈંચ, સોજિત્રા અને ઉમરેઠમાં ત્રણ ઈંચ, તારાપુરમાં બે ઈંચથી વધુ, આંકલાવ, બોરસદ અને પેટલાદમાં એક ઈંચ અને ખંભાતમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.  નોંધનીય છે કે, અત્યાર સુધીમાં સિઝનનો સૌથી વધુ બોરસદ તાલુકામાં ૫૪.૬૪ ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ખંભાતમાં ૪૯.૪૮ ઈંચ, તારાપુરમાં ૪૬.૮૪ ઈંચ, આણંદમાં ૪૬.૦૪ ઈંચ, સોજિત્રામાં ૪૦.૦૮ ઈંચ, પેટલાદમાં ૩૯ ઈંચ, આંકલાવમાં ૩૪.૪૮ ઈંચ અને સૌથી ઓછો ઉમરેઠમાં ૨૮ ઈંચ વરસાદ નોંધાયો છે. 

Tags :