આણંદ-વડોદરા રેલવે લાઇન ઉપર ટ્રેનની અડફેટે 1 નું મોત
- રેલવે પોલીસે અજાણ્યા શખ્સનો મૃતદેહ કબ્જે લઇ વાલીવારસાની શોધખોળ હાથ ધરી
આણંદ : આણંદ-વડોદરા રેલ્વે લાઈન ઉપર આવેલ કી.મી.૪૨૮/૯-૧૧ વચ્ચે ગત રોજ અજાણી ટ્રેનની અડફેટે અજાણ્યા ૪૫ વર્ષના આશરાના પુરુષનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદથી વડોદરા રેલ્વે લાઈન કી.મી. ૪૨૮/૯-૧૧ રેલ્વે ટ્રેક ઉપરથી ગતરોજ બપોરના સુમારે કોઈ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે રેલ્વે ટ્રેક ઉપર કોઈ અજાણ્યા ૪૫ વર્ષના આશરાનો પુરુષ ટ્રેનની અડફેટે આવી જતા તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ રેલ્વે પોલીસ તથા શહેર પોલીસને થતા પોલીસની ટીમ તુરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આણંદ રેલ્વે પોલીસે અજાણ્યા પુરુષના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. હાલ તો પોલીસે આ બનાવ અંગે અપમૃત્યુની નોંધ નોંધી મૃતકના વાલી વારસોની સઘન શોધખોળ આરંભી છે.