અમરેલી નજીક અકસ્માતમાં 4ના કરૂણ મોત, 3 ઘવાયા
ગાવડકા ગામ નજીક કાળમુખા ટ્રક સાથે કાર અથડાઈ
અમરેલી, તા. 20 જુલાઈ, 2020, સોમવાર
અમરેલી બગસરા રોડ ઉપર બાબાપુર ગામનાં પાટીયા નજીક આજે સાંજના ગાધડકા ગામની એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સરજાયેલ હતો. કારમાં બેઠેલા સાસુ વહું તેમજ બે બાળકો સહિત ચારનાં મોત નિપજેલ હતાં. જયારે ત્રણને ગંભીર હાલતમાં ૧૦૮માં અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. ગાવડકા ગામનાં એકજ પરીવારનાં ચાર સભ્યોનાં કરૂણ મોત નિપજતાં નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળેલ હતું.
કારમાં બેસી કુંકાવાવ દાગીનાની ખરીદી કરવા નીકલેલા પરિવારને અકસ્માત નડતા સાસુ વહુ અને બે બાળકોના મોત
પ્રાપ્ત વિગત મુજબ આજે સાંજના સમયે અમરેલી નજીક બગસરા રોડ ઉપર આવેલા ગાવડકા ગામનો ત્રણ બહેનોનાં સાત સભ્યોનો પરવાર મારૂતિ જેન કારમાં ગાવડકાથી કુંકાવાવ ગામે જઈ રહેલ હતાં. કારમાં દાગીનાની ખરીદી કરવા જઈ રહેલા પરીવારમાં હસી ખુશી અને આનંદની છોળો વચ્ચે ઘરેથી કારમાં નિકળી હજુ ૧૫ મિનીટ થઈ હતી અને કાર બાબાપુર ગામનાં પાટીયાથી આગળન કિલી હતી ત્યા જ સામેથી આવી રહેલા કાળમુખા ટ૩ક સાથે કાર ધડાકાભેર અથડાયેલ હતી. ગમખ્વાર અકસ્માતતી આનંદની પળો ગામમાં ફેરવાઈ ગયેલ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળથી બુકડો બોલી ગયેલ હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતનાં ધડાકાનાં અવાજથી આજુબાજુ ખેતરોમાં કામ કરતાં લોકો દોડી આવેલ હતાં તેમજ રોડ ઉપરતી પસાર થતાં લોકોએ ૧૦૮ને જાણ કરતાં અમરેલી અને બગસરાની ૧૦૮ ઘટનાં સ્થળે દોડી ગયેલ હતી. સેવાભાવી લોકોએ કારમાં ફસાયેલા સાત લોકોને બહાર કાઢેલ હતાં. જેમાંથી બે મહિલાનાં ઘટનાં સ્થળે મોત નિપજેલ હતાં. જયારે બે માસુમ બાળકોએ રસ્તામાં દમ તોડી દીધેલ હતો. એકજ પરીવારનાં સાસુ વહુ અને બે બાળકોનાં મોત નિપજેલ હતાં. મોતને ભેટેલા ૧. છનુબેન દેવશીભાઈ રાઠોડ ઉવ..૬૫ ૨. કંચનબેન જીગ્નેશભાઈ રાઠોડ ઉ..૨૯ ૩. હેતલ જીગ્નેશભાઈ રાઠોડ ઉ.વ.૯ ૪. પ્રદિપ જીગ્નેશભાઈ રાઠોડ ઉ.વ.૩ જયારે ગંભીર રીતે ઘાયલ જીગ્નેશ દેવશીભાઈ રાઠોડ ઉ.વ.૩૩ને રાજકોટ સારવાર અર્થે ખસેડાયેલ હતાં. તેમજ હંસાબેન હરેશભાઈ અને વાસુબેન કરશનભાઈ બારૈયા ઉ.વ.૪૦ને અમરેલી સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતાં.