Updated: Dec 26th, 2022
સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ ટમેટાનુ મોટું વાવેતર કર્યુ હતું : ટમેટાના ભાવ તૂટી ગયા,બજારમાં ટમેટાનો પ્રતિ કિલોગ્રામનાં ભાવ રૂા. 40ર્ સુધી પણ ખેડૂતોને મળે છે માત્ર રૂા. 2 થી 3
અમરેલી, : અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યું છે પરંતુ ભાવમાં મોટો કડાકો બોલતા હરરાજીમાં માત્ર બે થી ત્રણ રૂપિયા ભાવ મળવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.ખેડૂતોને મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ માથે પડયો છે.તેવાં હવે ખેડૂતો શાકભાજીના ભાવ પણ નક્કી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં 22 કિલો ટામેટાના કેરેટના ભાવ 40 થી 50 જ આવતો હોય એટલે ખેડૂતોને માત્ર માત્ર 2થી 3 રૂપિયા જ મળી રહ્યો છે.મોટા પ્રમાણમાં ખેડૂતો ટામેટાની ખેતી કરી હતી પરંતુ હવે ભાવની સમસ્યા ઉભી થવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.શાકભાજીની ખેતીમાં ટામેટાનો ભાવ હાલ ગગડી ગયો છે.જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા ચુક્યા છે.ખેડૂતોએ રાત્રીના સમયે ઉજાગરો કરી ઉગાડયા હવે ટામેટા પાક પર આવ્યા છે.ત્યાં સુધીમાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળવાને કારણે રડવાનો વારો આવ્યો છે.ખેડૂતો માર્કેટિંગ યાર્ડ સુધી પાક લઈને જાય છે પણ પૂરતા ભાવ ન મળવાને કારણે મજુરી ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ માથે પડયો છે.
સીટી વિસ્તારમાં આજ ટામેટાં જાય છે જેનેરિટેઈલમાં ઉંચા ભાવે વહેંચવામાં આવે છે. જયારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા તો વચેટિયાઓ ધ્વરા માર્કેટમાંથી મોટો ભાવ વસુલવામાં આવે છે. હાલ શાકભાજીના ટામેટાની ખેતી કરતા ખેડૂતોની સ્થિતિ સૌથી વધુ દયનીય બની ચુકી છે.ખાતર બિયારણ અને મજૂરી સહીત ટામેટા ઉતારીને પંહોચાડવુ પણ ખુબજ ખર્ચાળ બની ચૂક્યું છે.હરરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી.