For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકોની ચીચીયારી વચ્ચે દિવાળીની રાતે સાવરકુંડલામાં ખેલાયું ઈંગોરિયા યુધ્ધ

Updated: Oct 25th, 2022

Article Content Image- નાવલી નદીના કાંઠે દેવળ ગેટ વિસ્તારમાં ૫૦૦૦ લોકો વચ્ચે જામ્યો જંગ

- ડીવાયએસપી સહિત ૬૦ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત, ફાયર ટીમો, એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય, જો કે ક્યારેય કોઈ દાઝ્યાનો બનાવ નહીં

અમરેલી, સાવરકુંડલા


વર્ષો જૂની પરંપરા મુજબ આ દિવાળીએ પણ સાવરકુંડલામાં પરંપરાગત ઈંગોરિયા યુદ્ધ ખેલાયું હતુું જેમાં સાવરકુંડલા અને સુરતથી આવેલા મુળ સાવરકુંડલાના ૫૦૦૦થી વધુ લોકો જોડાયા હતા. 

આ પરંપરાને પોલીસે પણ માન્યતા આપી છે. દિવાળીની રાતે ડીવાયએસપી સહિત સાંઈઠ પોલીસ કર્મીઓના બંદાબસ્ત વચ્ચે સામસામા ઈંગોરિયા ફટાકડા ફેંકી યુદ્ધ ખેલાયું હતુ. એક જુથ સામા પ્રતિ  પક્ષ જુથને પીછે હટ કરાવવા એક બીજા તરફ ઈંગોરિયામાંથી બનાવેલા ફટાકડા ફેંકી લડાઈ લડતા જોવા મળ્યા હતા. આ તો વર્ષોની પરંપરા છે. આજ સુધી એમાં કોઈ દાઝયાનો બનાવ બન્યો નથી. આ એક હિમતવાન રમત છે. જેમાં ગમે તેવા અંગારા ફેકાય તો પણ પીછે હટ ન કરવી એ ગુણ વિકસે છે અને સાહસવૃતિ ખીલી ઉઠે છે. આમ છતા દર વર્ષે અહી એમ્બયુલન્સ ફાયર બ્રીગેડ ટીમ સતત તહેનાત રહે છે. તેમજ પોલીસ બંદોબસ્ત તહેનાત હોય છે. આ યુદ્ધ સંપૂર્ણ સ્પોટ્સમેનશિપ સાથે લડાય છે. એ પછી કોઈ સામે વૈમનસ્ય કે ગુસ્સો રાખવામાં આવતો નથી. બધાને એક જ હોંશ હોય છે કે આ પરંપરા સતત જળવાવી જોઈએ. યુદ્ધ લડવા માટે એક માસ પહેલા ઈંગોરિયા ફળમાં દારૂગોળો ભરવાની કામગીરી ચાલુ થઈ જતી હોય છે. 

દર વર્ષની જેમ આ ખેલ યુદ્ધ જોવા માટે અમદાવાદ સુરત વડોદરા મુંબઈ, અને અમરેલી તેમજ આજુબાજુના વિસ્તારના લોકો એકત્ર થયા હતા. 

Gujarat