Get The App

મહુવા-સુરત-બાંદ્રા ટ્રેનને દામનગર સ્ટોપ આપવા માંગ, સ્ટોપ નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી

Updated: Mar 27th, 2021

GS TEAM


Google News
Google News
મહુવા-સુરત-બાંદ્રા ટ્રેનને દામનગર સ્ટોપ આપવા માંગ, સ્ટોપ નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી 1 - image


- ધારાસભ્યે ડિવિઝીનલ મેનેજર-ભાવનગરને પત્ર પાઠવી રજુઆત કરી

રાજુલા, તા. 27 માર્ચ 2021, શનિવાર

લાઠી બાબરાના ધારાસભ્યે ભાવનગરના ડિવિઝનલ મેનેજરને પત્ર પાઠવી સુરત-મહુવા-બાંદ્રા ટ્રેનને દામનગરમાં સ્ટોપ આપવા રજુઆત કરી માગણી ઉઠાવી છે. તેઓએ પત્રમાં જણાવ્યું હતું કે અઠવાડિયામાં ત્રણ વખત ચાલતી આ ટ્રેનને અગાઉ સાંસદ તરીકે તે વખતના રેલવે પ્રધાન પાસે રજૂઆત કરી હતી અને શરૂ કરાવી હતી. 

ખરેખર આ રેલવે ટ્રેક બન્યો ત્યારે પેસેન્જર ટ્રેન ક્યારેય આ ટ્રેક પર ન દોડે તેવો સૈદ્ધાંતિક નિર્ણય સાથે પીપાવાવ પોર્ટ અને રેલવે વિભાગે દેશમાં સૌ પ્રથમવાર ભાગીદારી કરી હતી પરંતુ સખત મહેનતન કરી નિર્ણય અને નિયમોમાં ફેરફાર કરી આ ટ્રેક પર પેસેન્જર ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાવ્યો હતો. તે વખતના રાજ્યકક્ષાના પ્રધાને મહુવાથી આ ટ્રેન શરૂ કરાવી હતી. આ ટ્રેનનો લાભ સૌરાષ્ટ્રની અને ખાસ કરીને મહુવા અને અમરેલીની જનતાને મળ્યો હતો.

હવે આ ટ્રેન દૈનિક શરૂ થઈ રહી છે અને તેના માટેના પ્રયાસો સરાહનિય છે. પણ દામનગરને સ્ટોપેજ આપવો અતિ જરૂરી છે અહીંથી મોટાભાગના લોકોને ટ્રેનનો સીધો ઉપયોગ થઈ શકે તેમ છે ત્યારે જો અહીં સ્ટોપ નહિ આપવામાં આવે તો દામનગરના રત્ન કલાકારો, સ્થાનિક વેપારીઓને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ પત્રના અંતમાં ધારાસભ્ય દ્વારા આપવામાં આવી છે.

Tags :