Amreli

VIDEO: એક નવરાત્રિ આવી પણ! લાઠીમાં યથાવત છે નાટકની પરંપરા, દમદાર અભિનય અને સંવાદોથી લોકો થયા મંત્રમુગ્ધ

By GS Team
18 Oct 20261 min read
TukuTouch Logo
અમરેલીના લાઠીમાં નવરાત્રિ દરમિયાન મહાકાળી નાટક મંડળ દ્વારા સ્થાનિક કલાકારોએ અનોખી પરંપરા જાળવી રાખી છે. આ વર્ષે વીર હમીરસિંહજી ગોહિલના જીવન અને શૌર્યની ગાથા 'આવી પણ એક નવરાત્રિ' નાટક દ્વારા ભજવાઈ. પરંપરાગત વેશભૂષામાં સજ્જ કલાકારોના દમદાર અભિનય અને સંવાદોથી દર્શકો મંત્રમુગ્ધ થયા. આ પ્રયાસથી નવી પેઢી સુધી ઇતિહાસ પહોંચાડવાનો સુંદર મેસેજ અપાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: એક નવરાત્રિ આવી પણ! લાઠીમાં યથાવત છે નાટકની પરંપરા, દમદાર અભિનય અને સંવાદોથી લોકો થયા મંત્રમુગ્ધ

Amreli Lathi Navratri Natak: આજકાલ ટીવી, સિનેમા અને સોશિયલ મીડિયાના ડિજિટલ જમાનામાં જ્યાં પ્રાચીન પરંપરાઓ લુપ્ત થઈ રહી છે, ત્યારે અમરેલીના લાઠીમાં નવરાત્રિ દરમિયાન 'આવી પણ એક નવરાત્રિ' ઉજવવામાં આવે છે. કવિ કલાપીની ભૂમિ લાઠીમાં આજે પણ નાટ્ય સંસ્કૃતિની પરંપરા જીવંત છે. અહીં મહાકાળી નાટક મંડળ દ્વારા સ્થાનિક કલાકારોના માધ્યમથી શૂરવીરોની અમર ગાથાઓ નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે.

એક નવરાત્રિ આવી પણ! લાઠીમાં યથાવત છે નાટકની પરંપરા

આ વર્ષે લાઠીના રાજવી અને અમર શૂરવીર વીર હમીરસિંહજી ગોહિલના જીવન, અપ્રતિમ શૌર્ય અને બલિદાનની ગાથાને મંચ પર અદભુત રીતે સાકાર કરવામાં આવી હતી. સ્થાનિક કલાકારોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને દમદાર અભિનય અને પ્રભાવશાળી સંવાદોથી ઐતિહાસિક પાત્રોને જીવંત કર્યા હતા, જેને જોઈને ઉપસ્થિત દર્શકો ભાવવિભોર બની ગયા હતા.

દમદાર અભિનય અને સંવાદોથી લોકો થયા મંત્રમુગ્ધ

નવી પેઢી સુધી પોતાના ભવ્ય ઇતિહાસને પહોંચાડવાનો આ પ્રયાસ સોશિયલ મીડિયાના યુગમાં પણ દર્શકોના દિલ જીતી રહ્યો છે. આમ, મહાકાળી નાટક મંડળ દ્વારા નવરાત્રિના ઉત્સવમાં મનોરંજનની સાથે ઐતિહાસિક વારસો અને વીરતાની ગાથાને ઉજાગર કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.