For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાવરકુંડલાનાં જીરાગામે ભૂમાફિયાઓનાં વિરોધમાં ચૂંટણીનાં બહિષ્કારની ચીમકી

- ગ્રામજનો દ્વારા કલેકટરને રોષભેર રજૂઆત

Updated: Nov 15th, 2022

- શેત્રુંજી નદીમાંથી રેતીચોરી ઉપરાંત ગૌચરની જમીનમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાથી તાકિદે ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માંગણી

અમરેલી


સાવરકુંડલા તાલુકાનાં જીરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ શેત્રુંજી નદીનાં પટમાંથી થતી ખનિજચોરીનાં કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વળી ગૌચરની જમીન ઉપર દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતિ હોવાનાં કારણે આવી ગેરકાનુની પ્રવૃતિઓ અટકાવવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ચુંટણી બહિષ્કારની ચીમકી સાથે કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, સાવરકુંડલાનાં જીરા, ગ્રામ્ય પંથકમાં આવેલ શેત્રુંજી નદીમાંથી ભુમાફિયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવતી હોવાનાં આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે. ભુમાફિયા માથાભારે હોવાથી ગ્રામજનો સામે પણ બેફા મબની આડેધડ ડમ્પરો, ટ્રેકટરો ચલાવી ખુલ્લેઆમ ખનિજચોરી કરી સરકારની તિજોરીને ધૂંબો મારી રહ્યાં છે. સાથો સાથ આ વિસ્તારમાં કાયદા કાનુનનું પણ કંઈ અસ્તિત્વ જ ન હોય તેમ બેફામ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. આ અંગે રજુઆત કરવા છતાં પોલીસ પણ આંખ આડા કાન કરી આવારા તત્વોને પ્રોત્સાહિત કરતી હોય તેવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની રજુઆત આજે જીરાગામનાં લોકોએ કલેકટરને કરી હતી.

અમરેલી શહેરનાં બહુમાળી ભવનમાં ખાણ ખનિજ વિભાગની કચેરી શોભાનાં ગાંઠિયા સમાન સાબિત થતી હોય તેમ ખુલ્લેઆમ ખનજિચોરી થતી હોવા છતાં પણ ખનિજચોરો સામે કાનુની રાહે પગલા ભરવામાં આવતા નથી. તગડા પગાર લેતાં અધિકારીએ સરકારની તિજોરીને મોટો આર્થિક ફટકો મારવાની હિન પ્રવૃત્તિ કરતાં હોવાનો ઘાટ ઘડાયો છે. જીરાગામનાં ગ્રામજનોની ફરીયાદ જવાબદાર તંત્ર ધ્યાને લેતું ન હોવાનાં કારણે આખરે ચુંટણીનો બહિષ્કાર કરવાનું રણશિંગુ ફુંકેલું છે.

Gujarat