સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં ત્રણ વર્ષીય બાળકને સિહણે ફાડી ખાધી


દીપડાઓ પછી સિંહો પણ માનવભક્ષી બનવા લાગતા ચિંતા : ખેતરમાં કપાસ વીણી ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે માતાની સામે જ સિંહણે બાળકને ઉઠાવી  સડસડાટ ભાગી ગઈ,બાર કલાક બાદ બાળકના અવશેષો મળ્યા

અમરેલી,સાવરકુંડલા, : સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર ગામે ખેત મજુરી કરતા પરિવારના ત્રણ વર્ષીય બાળકનેે લપાતી છૂપાતી આવેલા એક સિંહણેે માતાની નજર સામે જ  મોઢામાં દબોચી લઈ કપાસના ખેતરમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી ગઈ છે.

બનાવની વધુ વિગત મુજબ ઘનશ્યામનગર ગામે સતીષભાઈ સુહાગિયા નામના ખેડૂતના ભાગમાં કામ કરવા પરપ્રાંતીય મજુર પરિવારના રાકેશભાઈ મેહુડાએ ખેતર રાખ્યું છે. હાલ કપાસ ઉતારવાની સિઝન ચાલે છે. સાંજના સમયે આ પરિવાર કામ આટોપીને ઘર તરફ જઈ રહ્યો હતો. એ સમયે અચાનક જ એક સિંહણ લપાતા પગલે આવીે હતીે. અને ત્રણ વર્ષના બાળક નીતિન રાકેશભાઈ મેહુડાને એની માતાની નજર સામે જ ઝપટ મારી મોઢામાં દબોચીને નાસી છુટી હતીે. આ ઘટના બનતા તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બધાએ બાળકની તપાસ હાથ ધરતા રાતના સમયે માત્ર માથાનો ભાગ અને પગ મળી આવ્યા હતા. આ બનાવ બનતા મજુર પરિવાર પર આભ તૂટી પડયું હતું. બધા કલ્પાંત કરવા લાગ્યા હતા. વન વિભાગે સિંહણને પકડવા ચાર પાંજરા મૂક્યા છે. આમ છતાં હજુ સુધી સિંહણ પકડાઈે નથી. સ્થાનિક લોકો હુમલો કરનાર સિંહ છે કે સિંહણ એ નકકી કરી શક્યા નથી. કોઈ સિંહણ કહે છે કોઈ સિંહ કહે છે. 

છેલ્લા કેટલાય સમયથી અમરેલી જિલ્લામાં  દીપડા,સિંહોના માનવ હુમલાઓ વધી ગયા છે.આ અગાઉ ખાંભાના નાની ધારી, અને રાજુલાના વાવડી ગામે યુવાનોને સિહોએ ફાડી ખાધા હતા હવે બાળકને ફાડી ખાતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.  


City News

Sports

RECENT NEWS