Get The App

સ્કીમમાં કમિશનની લાલચ આપી રોકાણ કરાવી કારખાનેદાર સાથે 42 લાખની ઠગાઈ

Updated: Apr 3rd, 2023

GS TEAM


Google News
Google News
સ્કીમમાં કમિશનની લાલચ આપી રોકાણ કરાવી કારખાનેદાર સાથે 42 લાખની ઠગાઈ 1 - image


અમરેલીના દામનગરના કારખાનેદારને ધૂંબો 7 શખ્સો સામે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ

અમરેલી, : અમરેલી જિલ્લાના દામનગર શહેર માં આવેલ ભવાની ચોક વિસ્તારમાં રહેતા એક યુવકને ઇંઞાઈટ કોઈનમાં રોકાણ કરવાની સ્કીમ બતાવી 42 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતા અમરેલી સાયબર ક્રાઇમ ખાતે 7 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. 

છેલ્લા ઘણા સમયથી ક્રિપ્ટો સહિતની એપ્લિકેશનના મધ્યામથી નાણાં પડાવી લેવાના બનાવો વધ્યા છે.વધુ એક બનાવ સમયે આવ્યો છે.જેમાં લાલચમાં આવી જઈને એક શખ્સે 42 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.આ ઘટના દામનગર શહેરમાં આવેલ ભવાની ચોક ખાતે રહેતા રશ્મીનભાઈ પ્રમોદસિંહ પઢીયાર (ઉ.વ. 34) નામના હીરાનું કારખાનું ચલાવતા શખ્સને 7 જેટલા લોકોએ અલગ-અલગ સ્કીમો બતાવી સારૂં કમિશન આપવાની લાલચ આપી તેમજ જેટલી આઈડી બનાવો તેવી રીતે કમિશન અપાવવાની લલચામણી વાતો કરી તેમજ જેટલી આઈડી બનાવો તેવી રીતે કમિશન અપાવવાની લાલચ આપી અલગ-અલગ આઈડી બનાવી બનાવી આ યુવક પાસેથી કુલ 42 લાખ જેટલી રકમનું રોકાણ કરાવી રકમ પરત નહિ આપી વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચરી હતી.

આ યુવક અને તેની સાથે સંકળાયેલા લોકો સાથે મોટી રકમની ઠગાઈ થતા પંકજભાઇ જીતેન્દ્રભાઇ ગોહેલ, બીપીનભાઇ અમૃતલાલ જોષી, કલ્પેશભાઇ મનસુખભાઇ વસોયા, સતીષભાઇ પ્રતાપભાઇ ગોલ, જગદીશભાઇ મધુભાઇ નારોલા, ઘનશ્યામભાઇ વિનુભાઇ નાડોદા, હાદકભાઇ વિજયભાઇ વાધેલા સામે અમરેલી સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાવી હતી જેને લઇને પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

Tags :