અમરેલી: દુધાળા પાસે નદીમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ આદરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Dhari News: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દુધાળા ગામે નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક એક રિસોર્ટની પાછળ આવેલી નદીમાં યુવકનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ 20 મિનિટમાં યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક કરમદડી ગામના 45 વર્ષીય ચનાભાઇ હોવાનું જણાય છે. નદીમાંથી યુવકનો મૃતદેહ મળતા ઘટનાસ્થળે આસપાસના લોકોનું ટોળું એકઠુ થઈ ગયું હતું.
ઘટના અંગે સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.




