Amreli

VIDEO| અમરેલી: ચાલવામાં અસમર્થ સિંહબાળ 2 મહિનાની સારવાર બાદ સ્વસ્થ થયું, 6 કલાક મથામણ પછી માતા સાથે કરાવાયું પુનઃમિલન

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
અમરેલીના ખાંભા તાલુકાના ધૂંધવાણા વિસ્તારમાંથી, આંતરિક સાંધાની તકલીફથી ચાલવામાં અસમર્થ 1-2 વર્ષના સિંહ બાળને વન વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું. આંબરડી એનિમલ કેર સેન્ટરમાં 2 મહિનાની સારવાર બાદ તે સ્વસ્થ થયું. ત્યારબાદ, 6 કલાકના ઓપરેશન બાદ વન વિભાગે તેને તેની માતા સાથે પુનઃમિલન કરાવવામાં સફળતા મેળવી, જે એક પ્રશંસનીય કાર્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમરેલી: ચાલવામાં અસમર્થ સિંહબાળ 2 મહિનાની સારવાર બાદ સ્વસ્થ થયું, 6 કલાક મથામણ પછી માતા સાથે કરાવાયું પુનઃમિલન

Amreli Lion Cub Rescue: અમરેલીના ખાંભા તાલુકાના ધૂંધવાણા રેવન્યુ વિસ્તારમાં આંતરિક સાંધાની તકલીફના કારણે ચાલવામાં અસમર્થ સિંહ બાળને વન વિભાગની ટીમે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારબાદ આંબરડી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડીને સતત બે મહિના સુધી તેની યોગ્ય સારવાર કરવામાં આવી હતી. જેમાં સિંહ બાળ સંપૂર્ણ સ્વસ્થ થતાં 6 કલાકના લાંબા ઓપરેશન બાદ તેને તેની માતા સાથે પુનઃમિલન કરાવવામાં વન વિભાગને સફળતા મળી હતી.

આંતરિક સાંધામાં ખામીના કારણે સિંહ બાળને ચાલવામાં મુશ્કેલી પડતાં રેસ્ક્યૂ

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ગીર પૂર્વ વન વિભાગની તુલસીશ્યામ(ખાંભા) રેન્જમાં આવતા કોઠારીયા રાઉન્ડમાં ધૂંધવાણા રેવન્યુ વિસ્તારમાં આવેલી વાડીમાં અંદાજિત 1-2 વર્ષનું એક સિંહ બાળ ચાલી શકે નહીં તેવી હાલતમાં જણાયું હતું. આંતરિક સાંધામાં ખામીના કારણે સિંહ બાળને ચાલવામાં મુશ્કેલી પડતી હોવાની જાણ થતાં વન વિભાગની ટીમે રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી.

જો કે, ઘટનાસ્થળ સુધી રેસ્ક્યૂ વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી વન વિભાગની ટીમ દ્વારા હાથથી પીંજરુ ઉપાડીને સ્થળ પર પહોંચવામાં આવ્યા હતા. પછી સિંહ બાળનું રેસ્ક્યૂ કરીને આંબરડી એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું.

6 કલાકના ઓપરેશન બાદ સિંહ બાળનું માતા સાથે પુનઃમિલન

અંતે સતત 2 મહિનાની સારવાર બાદ સિંહ બાળ સ્વસ્થ થતા તેને પોતાના પરિવાર સાથે છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગત રાત્રિના 6 કલાકના ઓપરેશન બાદ સવારના 4 કલાકે સિંહ બાળને માતા સાથે પુનઃમિલન કરવામાં સફળતા મળી હતી.