વર્ગીસ કુરિયન ધર્મ પરિવર્તન કરતી સંસ્થાઓને દાન આપતા હતાઃ ભાજપના નેતા દિલિપ સંઘાણી
અમરેલી, તા. 24. નવેમ્બર 2018 શનિવાર
ભાજપના નેતા દિલિપ સંઘાણીએ દેશમાં શ્વેત ક્રાંતિના જેને પ્રણેતા ગણાય છે તેવા અમૂલના ડો.વર્ગિસ કુરિયનને લઈને આપેલા નિવેદનના કારણે આગામી દિવસોમાં વિવાદ જાગે તેવી સંભાવના છે.
નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરુપે ગુજરાતમાં ઠેર ઠેર બાઈક રેલી કાઢવામાં આવી રહી છે.જેના ભાગરુપે અમરેલીમાં યોજાયેલા કાર્યક્રમમાં દિલીપ સંઘાણીએ કહ્યુ હતુ કે દેશમાં અંગ્રેજી અખબારોના કારણે કુરિયન હિરો બન્યા હતા.ખરેખતો કુરિયન દેશના ગરીબ ખેડૂતો અને પશુપાલકો મહેનત કરીને જે પૈસા જમા કરાવતા હતા તેમાંથી ધર્મ પરિવર્તન માટે કામ કરતી ક્રિશ્ચિયન મિશનરીઝને દાન આપતા હતા, ધર્મ પરિવર્તન કરાવતા હોવાથી દેશમાં તેમને સમર્થન મળી રહ્યુ હતુ
પોતાની દલીલને વ્યાજબી ઠેરવવા માટે સંઘાણી કહ્યુ હતુ કે લોકોને સાચો ઈતિહાસ ખબર પડવી જોઈએ.કુરિયનની વાહવાહી થઈ રહી છે પણ ગુજરાતમાં લોકોને ખબર પડવી જોઈએ કે અમૂલના સ્થાપક સરદાર પટેલ અને ત્રિભોવન પટેલ હતા.
દિલીપ સંઘાણીએ પહેલી વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યુ નથી.આ પહેલા સિંહણ પર કુહાડી વડે હુમલો કરનાર પશુપાલકને પણ તેઓ શાબાશી આપી ચુક્યા છે.