Get The App

50,000માં 2 લાખની બનાવટી ચલણી નોટો ઓનલાઇન મંગાવી: તરૂણ સહિત 3 ઝડપાયા

Updated: Mar 10th, 2023

GS TEAM


Google News
Google News
50,000માં 2 લાખની બનાવટી ચલણી નોટો ઓનલાઇન મંગાવી: તરૂણ સહિત 3 ઝડપાયા 1 - image


અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામના શખ્સોનું કારસ્તાન : સોશ્યલ મીડિયામાં રીલ્સ જોઇ વેબસાઇટ પરથી મંગાવ્યાનું ખુલ્યું: 1.14 લાખની નકલી નોટો કબજે, અન્યનો ક્યાં ખર્ચ કર્યો તે અંગે તપાસ

અમરેલી, : અમરેલીના નાના ભંડારિયા ગામના બે યુવાનો અને એક કાયદાથી સંઘર્ષિત કિશોર ઓનલાઇન શોપિંગ ફેસેલિટીનો ફાયદો ઉઠાવી અને કોઈ જીવન જરૂરિયાતની વસ્તુઓના બદલે બનાવટી ચલણી નોટો જ મંગાવી લીધી અને એ પણ કેશ ઓન ડીલીવરી બાદમાં પોલીસે આ શખ્સોનો ભાંડો ફોડયો હતો અને તેની પાસેથી 1.33 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામના બે યુવાનો અને કાયદાથી સંઘર્ષિત કિશોર તો હદ જ કરી નાખી. આ ત્રિપુટીએ બનાવટી ભારતીય ચલણી નોટો જ ઓનલાઈન મંગાવી લીધી, એ પણ થોડી ઘણી નહીં. પરંતુ બે લાખની ખોટી ચલણી નોટો સોશિયલ મીડિયા પર એક રિલ્સ જોયા બાદ આ ત્રિપુટીએ જે તે વેબસાઈટ કે વ્યક્તિઓનોનો સંપર્ક કરીને બે લાખની બનાવટી ચલણી નોટોનો ઓર્ડર પણ આપી દીધો જેમા કેશ ઓન ડીલીવરીમાં ૫૦ હજાર ચુકવીને બે લાખની બનાવટી નોટો મેળવી હતી.

જોકે આ ત્રીપુટી આખરે અમરેલી એસઓજીના હાથે ઝડપાઇ ગઈ હતી. પોલીસે અમિત વિનુભાઇ માધડ (ઉ.વ. 21, રહે.ભંડારીયા), ધર્મેશભાઇ દાનાભાઇ રાઠોડ (ઉં.વ.23, રહે.સુરત, કતારગામ) તથા 16 વર્ષીય કાયદાથી સંઘર્ષિત કિશોરને બાતમીના આધારે ઝડપી પાડયા હતા.

આ ત્રણે'ય આરોપીઓ પાસેથી રૂા. 200ના દરની 83 નોટો જેની કિંમત રૂ. 16,600 તથા રૂા. 500ના દરની 197 બનાવટી ચલણી નોટો જેની કિંમત રૂા. 97,500 જપ્ત કર્યા હતા. આ ઉપરાંત એક મોબાઈલ ફોન મળી કુલ 132100 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

આ તમામ આરોપીઓએ 2 લાખ રૂપિયાની કિંમતની બનાવટી ભારતીય ચલણની નોટો ઓનલાઈન મંગાવી હતી. જેમાંથી એસઓજી પોલીસને 114100ની કિંમતની બનાવટી નોટો કબજે કરી છે. આ સિવાયની અન્ય બનાવટી ચલણી નોટો આરોપીઓ એ ક્યા ખર્ચ કરી તે માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags :