For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમરેલી જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં 16 લોકો સાઈબર ક્રાઈમનો શિકાર

Updated: Feb 3rd, 2023

Article Content Image

પોલીસે સિફતપૂર્વક તમામ લોકોને રૂા. 3.68 લાખ પરત અપાવ્યા : સ્ક્રિન શેરીંગ એપ, ઓટીપી કોડ, કસ્ટમર કેર નંબર, શિપિંગ શૂલ્ક વગેરે બહાને ચીટર ગેંગ દ્વારા છેતરપિંડી

અમરેલી, : અમરેલી જિલ્લામાં જાન્યુઆરી 2023 માં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 16 લોકોને પોલીસ દ્વારા 3.68 લાખ ઉપરાંતના નાણાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા. એક મહિનાની અંદર મોટા પ્રમાણમાં છેતરપીંડીના કેસો સામે આવ્યા હતા. જોકે પોલીસે કેસ સોલ્વ કરવાને કારણે 100 ટકા નાણા પરત મળતા લોકોમાં હાશકારો થયો હતો. 

ગત જાન્યુઆરી માસ દરમિયાન પોલીસને નાણાકીય ફ્રોડ અંતર્ગત સ્ક્રીન શેરિંગ એપ, ઓટીપી કોડ, કસ્ટમર કેર નંબર ફ્રોડ, શિપિંગ શુલ્ક ફ્રોડ,આર્મીમેનનું નામ ધારણ કરી થતા ફ્રોડ અંગેના કેસો મળ્યા હતા. આ અંગે સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. એક મહિનાની અંદર 16  જેટલા લોકો છેતરપીંડીનો ભોગ બનતા નાણા ગુમાવ્યા હતા. જોકે પોલીસ દ્વારા લોકોને 100 ટકા રકમ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. પોલીસે 3,68,359  રૂપિયા રિકવર કરી લોકો સુધી પહોંચાડયા હતા. 

લોકોને અપીલ કરવામાં આવી છે કે, બેન્કની ડિટેલ્સ કે કોઈને પણ ઓટીપી આપવા નહિ, એટીએમનો ઉપયોગ કરતા પહેલા સ્લોટ ચેક કરવા, એટીએમ રૂમમાં પાસવર્ડ ગુપ્ત રહે તે ધ્યાન રાખવું, મોબાઈલમાં નાણાં જમા કે કપાત અંગે ફેક મેસેજની ખરાઈ કરવી નહિ, કોને બનેગા કરોડપતિની લોટરીના નામે પૈસા ભરવા નહિ, સિમ કાર્ડ વેરિફિકેશનની માહિતી શેર કરવી નહિ, લોક કે નોકરી અપાવવાની ડીટેલ સબમિટ કરવી નહિ,એલએક્સમાં આર્મીમેન તરીકે ઓળખાણ આપી ઓનલાઇન પેમેન્ટ માગે તો આપવું નહિ અન્ય કોઈ લોભામણી વાતોમાં ન આવવાની સલાહ અપાઈ હતી.

Gujarat