- અલ્પવિરામ
- દિલ્હીનાં બાળકોનાં ફેફસાં બહુ નબળાં પડવા લાગ્યાં છે. અહીંનાં તમામ દવાખાનાં અને મોટી હોસ્પિટલોમાં શ્વાસના દરદીઓની લાંબી કતારો છે. તેઓને ખબર છે કે જે હવા જિંદગીને લંબાવવા માટે છે એ જ હવા એમના આયુષ્યને ટૂંકાવવાનું કામ કરે છે
હવે ઈન્દ્રપ્રસ્થમાં વિશુદ્ધ હવા માટે નગરજનો આંદોલન કરવા લાગ્યા છે. શિયાળાની મોસમ હવે જામવા લાગી છે, પરંતુ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા એક સમસ્યા બનવા લાગી છે. વળી, આમાં નવાઈની વાત નથી, કારણ કે કેજરીવાલની જેમ જ ભાજપનાં મહિલા મુખ્યમંત્રી પણ એક નાટયાત્મક નેતા છે. ગમે ત્યારે પાટનગર નવી દિલ્હીના લોકોએ ધૂમાડાને કારણે રાતોરાત વગર યુદ્ધે ગાઝા પટ્ટીનાં હતભાગીઓ જેમ હિજરત કરવાની આવશે એમાં કોઈ શંકા નથી. પરંતુ એ સંભવિત ભયાનક વિભિષિકાની રાજનેતાઓને કંઈ પડી નથી. આજે જ દિલ્હીનાં બાળકોનાં ફેફસાં બહુ નબળાં પડવા લાગ્યાં છે. અહીંનાં તમામ દવાખાના અને મોટી હોસ્પિટલોમાં શ્વાસના દરદીઓની લાંબી કતારો છે. તેઓને ખબર છે કે જે હવા જિંદગીને લંબાવવા માટે છે એ જ હવા એમના આયુષ્યને ટૂંકાવવાનું કામ કરે છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી આ સમસ્યા આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. દિલ્હીવાસીઓએ એક વીડિયો ક્લિપ બહુ વાયરલ કરી છે જેમાં ગ્રીન ટ્રિબ્યુનલના અધિકારીઓ સરકારી સચિવને ખખડાવી રહ્યા છે અને તેઓ એકદમ બાઘા છાપ મુદ્રામાં બેઠા છે. અધિકારીઓએ પ્રદૂષણ રોકવાનાં પગલા અંગે પૂછતાં હતા ત્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન કેજરીવાલ દોટ મૂકીને ભાગે છે એ વીડિયો વાયરલ થયો હતો. પ્રદૂષણ નાથવા અંગે કેન્દ્ર અને રાજ્ય એમ બન્ને સરકારોની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા હવે પાટનગરના નાગરિકો માટે મહા આફત બની ગઈ છે.
હવે આ ગુણવત્તા ખૂબ જ નબળી કેટેગરીમાં હોવાનું જાણવા મળે છે. આ જાણકારી મુખ્યમંત્રી રેખા ગુપ્તા સિવાય આખા દેશ પાસે છે. આ સિઝનમાં આ બીજી વખતની દશા છે. આ પહેલા ૨૨ ઓક્ટોબરે પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ (છઊૈં) આંક ૩૧૩ પર પહોંચી ગયો હતો, પરંતુ પછી વરસાદ અને જોરદાર પવને રાહત આપી, જેના કારણે બીજા જ દિવસે છઊૈં આંક ઘટીને ૨૬૩ થઈ ગયો. જોકે તાત્કાલિક કારણોસર પ્રસંગોપાત રાહત મળી શકે છે, માત્ર દિલ્હી-એનસીઆરમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતના મોટા વિસ્તારોમાં રહેતા લોકો માટે આ સિઝનની આ કાયમી સમસ્યા છે.
વૃદ્ધો અને શ્વસન સંબંધિત રોગોથી પીડિત લોકો માટે સ્થિતિ જીવલેણ બની જાય છે. આ જ કારણ છે કે સરકારો પણ આ સિઝનની આસપાસ આ મુદ્દાને લઈને ગંભીર દેખાવા લાગે છે. પણ એ માત્ર દેખાવ જ હોય છે. આ વખતે પણ એવા અહેવાલો આવવા લાગ્યા છે કે રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ એક્શન પ્લાન તૈયાર છે કે છઊૈં વધવાના કિસ્સામાં કેવા પગલાં લેવાશે. શનિવારે જ કહેવામાં આવ્યું હતું કે દિલ્હીમાં સ્ભઘ દ્વારા અપડેટેડ ઁેંભ ુપ્રમાણપત્ર વિનાં વાહનોના પાર્કિંગની મંજૂરી ન આપવા માટે આદેશ જારી કરવામાં આવી શકે છે. તેમ છતાં આ બધી હાસ્યાસ્પદ ચેષ્ટાઓ છે.
દિલ્હી-એનસીઆરમાં વિવિધ સ્થળોએ સરકારી વાહનો પણ પાણીનો છંટકાવ કરતા જોવા મળે છે, જે હવામાં ધૂળનું પ્રમાણ ઘટાડે છે. પરંતુ આ પગલાની શૈલી દર્શાવે છે કે સરકાર સમસ્યાનાં લક્ષણોને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. હજુ સુધી, સમસ્યાને ઉકેલવામાં અથવા તેની ગંભીરતા ઘટાડવામાં કોઈ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ નથી. પંજાબ અને આસપાસના રાજ્યોમાં ખેતીનો જે વધારાનો કચરો હોય છે તેને બાળવાની પ્રથાને ઘણાં વર્ષો પહેલાંથી આનાં મુખ્ય કારણો પૈકી એક તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે મોરચે વધુ પ્રગતિના સંકેત દેખાતા નથી.
જો ગત સપ્તાહની જ વાત કરીએ તો પંજાબમાં ગયા સપ્તાહે બુધવારના રોજ આવા કચરો બાળવાના ૩૯૮, ગુરુવારે ૫૮૯ અને શુક્રવારે ૭૬૬ કેસ નોંધાયા હતા. જોકે, સરકાર પોતાની રીતે તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. મોગા સહિત પંજાબના ઘણા વિસ્તારોમાં ફાયર ફાઇટર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે, જેઓ પરાળ સળગાવવાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી જાય છે અને તેને રોકવાનું કામ કરે છે.
છેલ્લા કેટલાક દિવસોમાં, હરિયાણામાં ૧,૭૯૪ ખેત ઉત્પન્ન કચરો સળગાવવાના કેસ નોંધાયા છે જ્યારે પંજાબમાં પણ રોજના સરેરાશ ૭૦૦ સ્ટબલ સળગાવવાના કેસ નોંધાય છે. જો આપણે વાર્ષિક વાત કરીએ તો, આ રાજ્યોમાં પરાળ સળગાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ઈ. સ. ૨૦૧૯ માં, પંજાબમાં ૫૫ હજારથી વધુ સ્થળોએ પરાળ સળગાવવાના અહેવાલો હતા. જ્યારે હરિયાણામાં તે સાડા છ હજારની આસપાસ છે. પરંતુ ત્યાર પછીનાં વર્ષોમાં બંને રાજ્યોમાં સ્ટબલ સળગાવવાની ઘટનાઓ વધી છે. પંજાબમાં ૭૬ હજારથી વધુ અને હરિયાણામાં ૪૨,૦૦૦થી વધુ ખેત કચરો બાળવાના કેસ નોંધાયા છે.
યુપીમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ખેડૂતો દ્વારા ખેત ઉત્પન્ન કચરો સળગાવતા જોવા મળે તો તેમને કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓનો લાભ આપવામાં આવશે નહીં, પરંતુ અહીં પણ મામલો ખેડૂતોને કચરો સળગાવવાથી કડક રીતે રોકવાનો છે, જ્યારે જરૂર છે તેમને એવા વધુ સારા વિકલ્પો પ્રદાન કરવાની કે જેથી તેઓ પોતે જ તેનાથી દૂર થવા લાગે. ઘણાં સૂચનોની ચર્ચા કરવામાં આવી છે, જેમ કે સ્ટબલમાંથી ખાતર બનાવવું અને તેનો કૃષિમાં ઉપયોગ કરવો અથવા અન્ય પગલાં દ્વારા થર્મલ પાવર પ્લાન્ટ અને અન્ય ઉદ્યોગોમાં ઇંધણ તરીકે સ્ટબલનો ઉપયોગ વધારવો, પરંતુ તે સ્પષ્ટ છે કે તે વિકલ્પો હજુ સુધી ઉપલબ્ધ થયા નથી. પંજાબ સરકારને હજુ ખબર જ નથી કે બાયોચાર શું છે?
આજકાલ દેશની રાજધાની દિલ્હીથી લઈને આર્થિક રાજધાની મુંબઈ સુધી દરેક જગ્યાએ એક વાતની ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, આ એક સમસ્યા છે જે ડરામણી છે. મધ્ય ઓક્ટોબરથી દિલ્હીમાં આ સમસ્યા સામાન્ય બની ગઈ છે, પરંતુ મુંબઈ માટે આ એક નવી સમસ્યા છે. આ કૃત્રિમ ધુમ્મસની સમસ્યા છે. અગાઉ ખરાબ હવાને કારણે દિલ્હીના લોકોને દર વર્ષે બે-ચાર મોતનો સામનો કરવો પડતો હતો, પરંતુ આ વખતે આર્થિક રાજધાનીના આકાશમાં પણ ધુમ્મસની ગાઢ ચાદર છવાયેલી છે. દેશના અન્ય ભાગોમાં વાયુ પ્રદૂષણની સમસ્યા સામાન્ય છે, પરંતુ છેલ્લાં એક-બે વર્ષમાં આ બાબતો વધુ ખતરનાક બની રહી છે. અને અહીં મહારાષ્ટ્રમાં પણ એના તરફ સરકારનું ધ્યાન નથી.
મુંબઈની ખરાબ હવાની સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બની છે. દિલ્હી છેલ્લા એક દાયકાથી આનો સામનો કરી રહ્યું છે. અત્યાર સુધી મુંબઈ વાયુ પ્રદૂષણની સમસ્યાથી દૂર હતું. તેની પાછળનું કારણ એ હતું કે તે દરિયા કિનારે આવેલું છે, દરિયામાંથી આવતો તીવ્ર પવન આર્થિક રાજધાનીને પ્રદૂષિત હવાથી દૂર રાખે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુંબઈને સરખી સુરક્ષા (હવાની દ્રષ્ટિએ) મળી રહી નથી. ગયા વર્ષે શહેરમાં સૌથી વધુ પ્રદૂષણના દિવસો જોવા મળ્યા હતા. આ સિલસિલો નવેમ્બરથી જાન્યુઆરી સુધી ચાલ્યો. એટલું જ નહીં, આ દરમિયાન મુંબઈની હવા દિલ્હી કરતાં વધુ પ્રદૂષિત હતી.


