Ahmedabad

અમદાવાદના બાપુનગરમાંથી 24 લાખના હેરોઇન સાથે બે પેડલર ઝડપાયા, રાજસ્થાનના સાંચોરથી જથ્થો લાવ્યા હતા ​

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના બાપુનગરમાં સોનેરીયા બ્લોક નજીકથી 28 વર્ષીય રોહિત રાજપુત અને 37 વર્ષીય આનંદ પ્રજાપતિને પોલીસે ઝડપી લીધા છે. તેમની પાસેથી 24.82 લાખનું 124.11 ગ્રામ હેરોઇન, બે મોબાઈલ, રોકડ અને બાઈક મળી કુલ 25.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપીઓએ સ્થાનિક દંપતીના કહેવાથી રાજસ્થાનના સાંચોરથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત કરતા NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના બાપુનગરમાંથી 24 લાખના હેરોઇન સાથે બે પેડલર ઝડપાયા, રાજસ્થાનના સાંચોરથી જથ્થો લાવ્યા હતા ​

Ahmedabad Crime News: અમદાવાદના બાપુનગરમાં સોનેરીયા બ્લોક આગળ જાહેર રોડ પર બેઈક પર બેસી નશાનો કારોબાર ચલાવતા બે શખસોને બાપુનગર પોલીસે ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી 24.82 લાખ રૂપિયાની કિંમતનું 124.11 ગ્રામ હેરોઇન, બે મોબાઇલ, રોકડ રકમ અને બાઈક મળી કુલ 25.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ સ્થાનિક દંપતીના કહેવાથી રાજસ્થાનના સાંચોરથી આ ડ્રગ્સ લાવ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે પોલીસના દરોડા

​બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે, લલ્લુ રત્નાના છાપરા સામે સોનેરિયા બ્લોક પાસે જાહેર રોડ પર બાઈકમાં બે શખસો માદક પદાર્થનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાં હાજર 28 વર્ષીય રોહિત ભેરોસિંગ રાજપુત અને 37 વર્ષીય આનંદ પ્રજાપતિને કોર્ડન કરી ઝડપી લીધા હતા. જે બાદ તપાસ કરતા રોહિત રાજપુતના પેન્ટના ખિસ્સામાંથી શંકાસ્પદ પદ પદાર્થ, 2,250 રૂપિયા રોકડા અને મોબાઇલ ફોન મળ્યા હતા. જ્યારે આનંદ પ્રજાપતિ પાસેથી શંકાસ્પદ પદાર્થ, 3,300 રૂપિયા રોકડા અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

ત્યારબાદ FSL પરીક્ષણ કરાતાં આ પદાર્થ હેરોઇન હોવાનું ખુલ્યું હતું. જેમા રોહિત પાસેથી 53.890 ગ્રામ (કિંમત રૂ.10.77 લાખ) અને આનંદ પાસેથી 70.220 ગ્રામ (કિંમત રૂ. 14.04 લાખ) મળી કુલ 124.11 ગ્રામ હેરોઇન હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.

રાજસ્થાનના સાંચોરથી ડ્રગ્સ મંગાવનાર દંપતીનું નામ ખૂલ્યું

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, સોનેરિયા બ્લોકમાં રહેતા નાનુ ઉર્ફે ભાવેશ નટવરભાઇ પટણી અને ટીનાબેન પપ્પુભાઇ પટણીના કહેવાથી તેઓ રાજસ્થાનના સાંચોર ખાતે ડ્રગ્સ લેવા ગયા હતા. સાંચોરમાં એક શખ્સ સાથે વોટ્સએપ નંબર પર સંપર્ક કરી આ હેરોઇન મેળવ્યું હતું. આરોપીઓ અગાઉ પણ 6 થી 7 વખત રાજસ્થાનથી આ રીતે જથ્થો લાવી ચૂક્યા છે. આ કામ માટે તેઓને પ્રતિ ફેરા રૂ.10,000 મળતા હતા અને અમદાવાદમાં છૂટક વેચાણ કરવા માટે અલગથી કમિશન ચૂકવવામાં આવતું હતું.