Ahmedabad

વિવાદિત મામલો રફેદફે કરવા રોકેલા લોકોએ જ પોલીસ પાસે 50 લાખનો તોડ કર્યો, વધુ 10 લાખ માગતા ફરિયાદ બાદ પિતા-પુત્રની ધરપકડ

By GS Team
25 Nov 20261 min read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસ કોન્સ્ટેબલ પાસેથી ₹50 લાખ પડાવનાર પિતા-પુત્ર વિષ્ણુભાઈ ઉર્ફે એન.ડી. ચૌધરી અને આકાશ ચૌધરીની ધરપકડ કરી છે. સાબરમતી UGVCL પોલીસ સ્ટેશનના પોલીસકર્મી સામેની અરજીનો નિકાલ કરાવવાના બહાને તેમણે થલતેજ ગુરુદ્વારા પાસે ₹50 લાખ લીધા હતા. બાદમાં વધુ ₹10 લાખની માંગણી કરી ધમકી આપતા, પોલીસકર્મીએ ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિવાદિત મામલો રફેદફે કરવા રોકેલા લોકોએ જ પોલીસ પાસે 50 લાખનો તોડ કર્યો, વધુ 10 લાખ માગતા ફરિયાદ બાદ પિતા-પુત્રની ધરપકડ

Ahmedabad News: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચાલી રહેલી આક્ષેપ અરજીનો નિકાલ કરાવવાના નામે ₹50 લાખ પડાવનાર પિતા-પુત્રની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ વિષ્ણુભાઈ ઉર્ફે એન.ડી. ચૌધરી અને તેમના પુત્ર આકાશ ચૌધરીએ પોલીસ કોન્સ્ટેબલ પાસેથી ₹50 લાખ પડાવ્યા બાદ વધુ ₹10 લાખની માંગણી કરી હતી.

શું છે સમગ્ર મામલો?

અમદાવાદના સાબરમતી UGVCL પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ પોતાના વિરુદ્ધ ચાલી રહેલી તપાસનો નિકાલ કરાવી આપવા માટે એન.ડી. ચૌધરીનો સંપર્ક સાધ્યો હતો. આ વ્યક્તિએ તપાસનો નિકાલ કરાવી આપવા માટે ₹50 લાખની માંગણી કરી હતી, જેના માટે પોલીસકર્મી સહમત પણ થયા હતા. ત્યારબાદ થલતેજ ગુરુદ્વારા પાસેના રહેણાક મકાન નજીક પોલીસકર્પિમીઓએ તા-પુત્રને ₹50 લાખ રોકડા ચૂકવવામાં આવ્યા હતા.

રૂપિયા ચૂકવ્યા બાદ પોલીસકર્મીએ અરજી તપાસના નિકાલ અંગે પૂછપરછ કરતાં પિતા-પુત્રએ ધમકી આપી હતી કે, તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશું અને વધુ ₹10 લાખની માંગણી કરી હતી. આ પછી પોલીસકર્મીએ પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.