Ahmedabad

RTE ના 54 બાળકોને સહાયથી વંચિત રાખનારી સ્કૂલોને પેનલ્ટી, પોર્ટલ પર બાળકોની એન્ટ્રી જ ના કરી

By GS Team
20 Oct 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં RTE હેઠળ પ્રવેશ મેળવનાર 54 બાળકો સરકારી સહાયથી વંચિત રહ્યા છે. સોલાની સોલારિસ પબ્લિક સ્કૂલે RTE પોર્ટલ પર બાળકોની એન્ટ્રી ન કરતા આ સ્થિતિ સર્જાઈ. DEO કચેરીએ તપાસ કરતા સ્કૂલની બેદરકારી સામે આવી, જેના પગલે ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્કૂલને હવે બાળકોની એન્ટ્રી કરવાનો આદેશ અપાયો છે, જેથી તેમને સહાય મળી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

RTE ના 54 બાળકોને સહાયથી વંચિત રાખનારી સ્કૂલોને પેનલ્ટી, પોર્ટલ પર બાળકોની એન્ટ્રી જ ના કરી

RTE Scheme: આરટીઈમાં પ્રવેશ લેનારા બાળકોને દર વર્ષે સરકાર દ્વારા 3 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. પરંતુ આ સહાય માટે સ્કૂલે બાળકોની આરટીઈ પોર્ટલ પર ફરજીયાત એન્ટ્રી કરવાની હોય છે. શહેર ડીઈઓના જણાવ્યા મુજબ, સોલાની સોલારીસ પબ્લિક સ્કૂલે બાળકોની એન્ટ્રી જ ન કરતા ચાલુ વર્ષે 54 બાળકો આરટીઈની સહાયથી વંચિત રહ્યા છે. જેથી આ સ્કૂલને દસ હજાર રૂપિયાનો દંડ કરાયો છે.

સોલારિસ પબ્લિક સ્કૂલને એક્ટના નિયમ મુજબ ડીઈઓ દ્વારા 10 હજાર દંડ

આ વર્ષે આરટીઈ હેઠળના કુલ 80 હજારથી વધુ બાળકોને 3 હજાર રૂપિયાની સહાય ચુકવી દેવામાં આવી છે. પરંતુ સોલારીસ પબ્લિક સ્કૂલમાં બાળકોને સહાય ન મળતા એક વાલીએ ફરિયાદ કરી હતી. જેના આધારે તપાસ કરતા ધ્યાને આવ્યુ હતું કે સોલારીસ સ્કૂલે આરટીઈના બાળકોની એન્ટ્રી આરટીઈ ડીબીએમએસ પોર્ટલ પર કરી જ ન હતી. જુદા જુદા ધોરણના કુલ 54 બાળકો આ સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવીને ભણી રહ્યા છે.

સ્કૂલે બેદરકારી દાખવીને એન્ટ્રી જ ન કરતા બાળકો સહાયથી વંચિત રહ્યા હતા. જેથી અમદાવાદ શહેર ડીઈઓએ આરટીઈ એક્ટની જોગવાઈ મુજબ સ્કૂલને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો કે સ્કૂલની ભૂલને લીધે બાળકો સહાયથી વંચિત રહી ગયા છે ત્યારે હવે બાળકોની એન્ટ્રી કરાવવા સ્કૂલને આદેશ કરાયો છે. હવે એન્ટ્રી બાદ જ સહાય મળશે.