Ahmedabad

અમદાવાદમાં નવરાત્રિના ફૂડ સ્ટૉલ માટે FSSAI રજિસ્ટ્રેશન ફરજિયાત, નહીંતર સ્ટૉલ સીલ થશે!

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં 2026ની નવરાત્રિમાં 80થી વધુ આયોજનો થશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે તમામ ફૂડ સ્ટોલ માટે FSSAI રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. રજિસ્ટ્રેશન વિનાના સ્ટોલ સીલ કરાશે. એક જ વિક્રેતાના અલગ-અલગ સ્ટોલ માટે પણ અલગ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આયોજકોને પણ રજિસ્ટ્રેશન વિના સ્ટોલ ન ફાળવવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં નવરાત્રિના ફૂડ સ્ટૉલ માટે FSSAI રજિસ્ટ્રેશન ફરજિયાત, નહીંતર સ્ટૉલ સીલ થશે!

Navratri 2026: અમદાવાદમાં નવરાત્રિના 80થી વધુ નાના-મોટા કમર્શિયલ આયોજનો થાય છે. આ ઉપરાંત મોટી સોસાયટીઓ દ્વારા પણ મોટાપાયે રાસ-ગરબા યોજાય છે. જેમાં ઊભા કરવામાં આવતા તમામ ફૂડ સ્ટોલ માટે એફએસએસએઆઈનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. આવી નોંધણી નહીં કરાવી હોય તો સ્ટોલ સીલ કરવા સુધીની ચેતવણી મ્યુનિસિપલના ફૂડ વિભાગે આપી છે.

દરેક સ્ટોલ માટે અલગ રજિસ્ટ્રેશન કરાવવું પડશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ગત સપ્તાહે જણાવ્યું હતું કે, પાર્ટી પ્લોટથી લઈને સોસાયટીઓ સુધીના ગરબાના આયોજનોમાં અખાધ્ય વસ્તુઓ વેચાશે તો વિક્રેતા કે કેટરર્સની સાથે આયોજકો અને કમિટીની પણ જવાબદારી નક્કી કરી પગલાં લેવાશે. આ દરમિયાનમાં ફૂડ વિભાગે નવરાત્રિના આયોજનોના તમામ ફૂડ સ્ટોલ માટે એફએસએસએઆઈનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાની ચેતવણી આપી છે. એક જ વિક્રેતા દ્વારા જુદા જુદા સ્ટોલ રાખવામાં આવે તો દરેક માટે અલગથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ સરળ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા સ્ટોલ ધારકો જાતે આ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રજિસ્ટ્રેશન વગર કોઈને સ્ટોલ ન ફાળવવા આયોજકોને અપીલ કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન ફૂડ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે. જેમાં રજિસ્ટ્રેશન વગરના સ્ટોલ સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે.