Ahmedabad

અમદાવાદ: ધોળકાના સરગવાળામાં ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 15થી વધુની અટકાયત

By GS Team
13 Nov 20261 min read
TukuTouch Logo
અમદાવાદના ધોળકા તાલુકાના સરગવાળા ગામે ગુજરાત સ્ટેટ પેટ્રોલનેટ લિમિટેડ દ્વારા ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. ખેડૂતોના ઊભા પાકમાં પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ થતા રોષ ફાટી નીકળ્યો હતો. અગાઉના નુકસાનનું વળતર ન મળતા અને રોડ સાઈડથી પાઇપલાઇન નાખવાની માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે 15થી વધુ ખેડૂતોને ડિટેઇન કર્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ધોળકાના સરગવાળામાં ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 15થી વધુની અટકાયત

Dholka Saragwala Farmers Protest Over Gas Pipeline: અમદાવાદના ધોળકા તાલુકાના સરગવાળા ગામે ગુજરાત સ્ટેટ પેટ્રોલનેટ લિમિટેડ કંપની દ્વારા ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતો અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતો કે ગ્રામજનોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના અચાનક ઉભા પાકમાં જબરજસ્તી પોલીસ પ્રોટેક્શન સાથે ગેસ પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરાયું હોવાનું ખેડૂતોના આક્ષેપ છે. સમગ્ર મામલે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્રની આ કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

image.png

ધોળકાના સરગવાળામાં ગેસ પાઇપલાઇન મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 1 મહિનાથી વધુ સમય સુધી ચાલેલા આંદોલન બાદ ગેસ પાઇપલાઇનનું કામ બંધ કરી ગ્રામજનોને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી અપાઈ હતી. પરંતુ 3 મહિના બાદ ફરી કામ શરૂ થતા ખેડૂતો માગ કરી રહ્યા છે કે ઉભા પાકને નુકસાન પહોંચાડવાના બદલે રોડની સાઇડમાંથી પાઇપલાઇન નાખવામાં આવે. આ સાથે જ ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, અગાઉ થયેલા નુકસાનનુ વળતર કે વેતન હજુ સુધી તેમને ચૂકવવામાં આવ્યું નથી.

image.png

ખેડૂતોના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ વણસે નહીં તે માટે ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા 15થી વધુ લોકોને પોલીસે ડિટેઇન કર્યા હતા અને તેમને લઈ જવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

image.png