Ahmedabad

અમદાવાદના ખોખરામાં એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાંથી બેગમાં ભરેલી 60 વર્ષીય વૃદ્ધાની લાશ મળી, હત્યાની આશંકા

By GS Team
19 Oct 20261 min read
TukuTouch Logo
અમદાવાદના ખોખરા વિસ્તારમાં જીવનરક્ષા એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાંથી 60 વર્ષીય વૃદ્ધા લક્ષ્મીબેન ડાભીની શંકાસ્પદ હાલતમાં લાશ બેગમાં મળી આવતા ચકચાર મચી છે. દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી. ખોખરા પોલીસે FSL સાથે તપાસ કરતા વૃદ્ધાની હત્યા કરી લાશ બેગમાં છુપાવી હોવાની આશંકા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના ખોખરામાં એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાંથી બેગમાં ભરેલી 60 વર્ષીય વૃદ્ધાની લાશ મળી, હત્યાની આશંકા

​Ahmedabad Khokhara Crime News : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા જીવનરક્ષા એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા એક ફ્લેટમાંથી સોમવારે 60 વર્ષીય વૃદ્ધા લક્ષ્મીબેન ડાભીની બેગમાં ભરેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. બંધ ફ્લેટમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાતાં સ્થાનિક રહીશોને શંકા ગઈ હતી, જેથી તેમણે તુરંત પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

બનાવની જાણ થતાં જ ખોખરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને FSLની ટીમને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. વૃદ્ધાની હત્યા કરીને લાશ બેગમાં ભરી દેવામાં આવી હોવાની પ્રબળ આશંકા વચ્ચે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

​વિગત અનુસાર, જીવનરક્ષા એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા ફ્લેટમાંથી છેલ્લા કેટલાક સમયથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. રહીશોએ તપાસ કરતાં બંધ મકાનમાંથી દુર્ગંધ આવતી હોવાનું સ્પષ્ટ થયું હતું. સ્થાનિકોની જાણ બાદ ખોખરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફ્લેટની અંદર તપાસ કરતાં એક બેગ મળી આવી હતી. આ બેગ ખોલતાં તેમાંથી 60 વર્ષીય લક્ષ્મીબેન ડાભીનો મૃતદેહ મળી આવ્યો હતો.

​બનાવની ગંભીરતાને જોતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત FSLની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. FSLની મદદથી ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ અને શંકાસ્પદ નમૂના સહિતના વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. મહિલાનું મૃત્યુ કયા સંજોગોમાં અને કયા કારણોસર થયું તે દિશામાં ખોખરા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.