Ahmedabad

દારૂ જ 'દવા' : અમદાવાદ સિવિલમાં 10 મહિનામાં 3054 હેલ્થ પરમિટ ઈશ્યૂ, જેમાં 95% પુરુષો

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, હેલ્થ પરમિટ દ્વારા દારૂ પીનારાઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી આ વર્ષે 15 ઓક્ટોબર સુધીમાં 3054 હેલ્થ પરમિટ અપાઈ છે, જેમાં 2398 રિન્યુઅલ અને 656 નવી પરમિટનો સમાવેશ થાય છે. છેલ્લા 3 વર્ષમાં કુલ 10943 પરમિટ અપાઈ છે. રાજ્યમાં કુલ 53 હજારથી વધુ લોકો પાસે દારૂ પીવાની પરમિટ છે, જેમાં 66% અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૂ જ 'દવા' : અમદાવાદ સિવિલમાં 10 મહિનામાં 3054 હેલ્થ પરમિટ ઈશ્યૂ, જેમાં 95% પુરુષો

Gujarat Liquor Health Permit: ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ હેલ્થ પરમિટના આધારે દારૂ પીનારાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આ વર્ષે 15 ઓક્ટોબર સુધી 3054 હેલ્થ પરમિટ અપાઈ છે. જેમાં 2398 રિન્યુઅલ અને 656 નવી પરમિટનો સમાવેશ થાય છે. આમ, પ્રતિ 100 પરમિટમાંથી અંદાજે 79 રિન્યુઅલ અને 21 નવી પરમિટ હોય છે.

3 વર્ષમાં કુલ 11 હજાર જેટલી પરમિટ

આ વર્ષે મહિનો પ્રમાણે આંકડાઓમાં જૂન મહિનો મોખરે રહ્યો છે. જૂનમાં 591 પરમિટ નોંધાઈ છે, જે આ સમયગાળાના કુલ પરમિટના 19 ટકા થાય છે. બીજી તરફ એપ્રિલમાં માત્ર 11 પરમિટ અપાઈ હતી. પુરુષો અને મહિલાઓના આંકડામાં પણ મોટો તફાવત છે. 10 મહિનામાં 2885 પુરુષ અને 168 મહિલાઓને પરમિટ અપાઈ છે. આમ, પરમિટ લેનારી મહિલાઓનું પ્રમાણ 5.5 ટકા જ છે.

20261019-6ad51a562f70f88375760-19102026_AHM-1 (1).jpg

ગુજરાતમાં વર્ષ 2023-24માં 4077, વર્ષ 2024-25માં 3186 અને વર્ષ 2025-26માં 3812 હેલ્થ પરમિટ આપવામાં આવી હતી. આ સ્થિતિએ 3 વર્ષમાં સિવિલમાંથી હેલ્થ પરમિટનો કુલ આંક 10943 ઉપર પહોંચ્યો છે. ગુજરાતમાં અંદાજે 53 હજારથી વધુ લોકો પાસે દારૂ પીવાની પરમિટ છે. આ પૈકી 66 ટકા માત્ર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના લોકોએ મેળવેલી છે.

જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 16475, સુરતમાંથી 8971, રાજકોટમાંથી 5403 અને વડોદરામાંથી 4180 લોકો દારૂની પરમિટ ધરાવે છે. અન્ય જિલ્લામાંથી કચ્છમાં 2932, જામનગરમાં 2547, આણંદમાં 2211, ગાંધીનગરમાં 1960 પાસે દારૂની પરમિટ છે.