Ahmedabad

અમદાવાદ: વાડજમાં યુવકને ન્યુડ કોલ કરી કેસમાં ફસાવવાની ધમકી આપીને 50 લાખ પડાવી લેવાયા!

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વાડજ વિસ્તારમાં 26 વર્ષીય એકાઉન્ટન્ટ યુવક સાયબર ફ્રોડનો ભોગ બન્યો છે. વોટ્સએપ પર નગ્ન યુવતીના વીડિયો કોલથી તેને ફસાવી, સ્ક્રીન રેકોર્ડિંગ કરી બદનામ કરવાની ધમકી અપાઈ. યુટ્યુબ અને સાયબર ક્રાઈમ અધિકારી બની ડિજિટલ એરેસ્ટના નામે તેની પાસેથી રૂ. 50 લાખ પડાવી લેવાયા. આખરે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વાડજમાં યુવકને ન્યુડ કોલ કરી કેસમાં ફસાવવાની ધમકી આપીને 50 લાખ પડાવી લેવાયા!

Ahmedabad Cyber Fraud: Accountant Digitally Arrested & Duped of 50 Lakh in Sextortion Trap | શહેરના વાડજ વિસ્તારમાં રહેતા એક યુવકને વોટ્સએપ પર ન્યુડ વિડીયો કોલ કરીને તેનું સ્ક્રીન રેકોર્ડીંગ કરીને સાયબર ક્રિમીનલ્સ દ્વારા તેને બદનામ કરવાની ધમકી આપીને યુ ટ્યુબ અને સાયબર ક્રાઇમ સેલના અધિકારી તરીકે ઓળખ આપીને ડીજીટલ એરેસ્ટ કરીને 50 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હોવાની ઘટના સામે આવી છે.

યુ ટ્યુબ અને સાયબર ક્રાઇમના અધિકારી તરીકે વાત કરીને યુવકને ડીજીટલ એરેસ્ટ પણ કરવામાં આવ્યો

શહેરના વાડજ વિસ્તારમાં રહેતો 26 વર્ષીય યુવક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. થોડા દિવસ પહેલા તેને વોટ્સએપ પર અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવ્યો હતો. જે રિસીવ કરતા સામે એક યુવતી નગ્ન હતી. કોલ કરનારે આશરે બે મિનિટના વિડીયોનું સ્ક્રીન રેકોર્ડીંગ કરીને યુવકને બે વિડીયો મોકલ્યા હતા અને વાયરલ કરવાની ધમકી આપીને રોકવા માટે એક વિડીયો દીઠ 71 હજાર રૂપિયા માંગ્યા હતા.

જે પૈકી એક વિડીયોના નાણાં યુવકે ચુકવી આપ્યા હતા. થોડા સમય બાદ અન્ય નંબરથી કોલ આવ્યો હતો અને કોલ કરનારે યુ ટ્યુબના અધિકારી તરીકે ઓળખ આપીને ધમકાવ્યો હતો કે આ વિડીયો અપલોડ થતા સાત વર્ષની કેસની સજા છે અને યુ ટ્યુબ પર વિડીયો મોકલાયા છે. જેથી સાયબર ક્રાઇમ પણ તપાસ કરશે અને બાદમાં યુવકને ડીજીટલ એરેસ્ટ કરીને ધમકાવીને તેની પાસેથી નાણાંની માંગણી કરતા તેણે ડરીને કંપનીના એકાઉન્ટમાંથી 40 લાખ ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં બીજા 10 લાખ પણ મોકલ્યા હતા. તેમ છતાંય, નાણાંની માંગણી ચાલુ રહેતા યુવકે કંપનીમાં 21 લાખની માંગણી કરતા તેની સાથે થયેલી ઘટના અંગે કંપનીના અધિકારીને જાણ થઈ હતી. છેવટે આ અંગે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.