Ahmedabad

અમદાવાદ: જીવરાજ પાર્કમાં વાહન હટાવવા મુદ્દે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને તેના મિત્રો પર હુમલો, 3 સામે ફરિયાદ

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના જીવરાજ પાર્કમાં 17મી ઓક્ટોબરે રાત્રે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઋત્વિક ધગિયા અને તેના મિત્રો પર 3 અજાણ્યા શખસોએ હુમલો કર્યો. ગરબા રમી પરત ફરતા સમયે રસ્તા વચ્ચે મોપેડ હટાવવા કહેતા, તેઓ ઉશ્કેરાઈ ગયા અને મારામારી કરી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. ઋત્વિકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: જીવરાજ પાર્કમાં વાહન હટાવવા મુદ્દે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને તેના મિત્રો પર હુમલો, 3 સામે ફરિયાદ

Ahmedabad News: અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં 17મી ઓક્ટોબરે રાત્રે રસ્તા વચ્ચેથી મોપેડ હટાવવા જેવી સામાન્ય બાબતે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઋત્વિક ધગિયા અને તેના મિત્રો પર 3 શખસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઋત્વિક ગરબા રમીને મિત્રો સાથે કારમાં પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તો રોકીને ઉભેલા શખસોને વાહન સાઈડમાં કરવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મારામારી કરી હતી. જેને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે ઈન્ફ્લુએન્સરે પોલીસ ફરિયાદ કરી છે.

રસ્તા વચ્ચે મૂકેલું મોપેડ ખસેડવાનું કહેતા ઉશ્કેરાયા

પોલીસ ફરિયાદ અનુસાર, જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ઋત્વિક ધગિયા ઉર્ફે આર કે બાપુ સાથે 17મી ઓક્ટોબરે રાત્રે 2:45 વાગ્યાની આસપાસ વાહન હટાવવા જેવી સામાન્ય બાબતે મારામારી થઈ હતી. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઋત્વિક જીએમડીસી ગ્રાઉન્ડથી ગરબા રમીને તેમની ઘરે ઉતરીને કારમાં મિત્રોને પાછા મુકવા જઈ રહ્યો હતો. આ દરમિયાન જીવરાજ પાર્ક સ્થિત રામતીર્થ સોસાયટીની બહાર રક્ષિત, ઉર્વિક શાહ અને શાલીન રૂપાણી નામના ત્રણ શખસોએ પોતાનું મોપેડ રસ્તાની વચ્ચે મૂક્યું હતું. ઋત્વિકે તેઓને રસ્તા પરથી વાહન હટાવવાનું કહેતા આ ત્રણેય શખસો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી હતી.

મામલો વધુ બિચકતા ઋત્વિકના મિત્રો કારમાંથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન ઋત્વિક અને તેના મિત્રોને ત્રણેય શખસે માર માર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી ત્રણેય શખસો ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી અને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.